Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈઝરાયલનો તહેરાન પર હૂમલોઃ ખાલી કરવા ધમકીઃ અમેરિકાના તેલ જહાજ પર વળતો હૂમલોઃ ટ્રમ્પ હવે હોર્મુઝ પર કબજો કરવાની ફિરાકમાં...
નવિ દિલ્હી તા. ૧૪: આજે પણ મિડલ ઈસ્ટમાં ભીષણ જંગ ચાલી રહ્યો છે. ઈઝરાયલે તહેરાન પર હૂમલો કર્યો છે અને ઈરાનનું તાબ્રિઝ ખાલી કરવાની ધમકી આપી છે. તો ઈરાને ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પર હૂમલો કર્યો હોવાના સમાચાર છે. આ તરફ અમેરિકાના તેલ જહાજ પર હૂમલો થયો છે. જો કે, ભારત પ્રત્યે ઈરાન હવે કુણુ વલણ દાખવી રહ્યું હોય તેમ જણાય છે. બીજી તરફ ટ્રમ્પ હવે હોર્મુઝ સ્ટ્રેટ પર જ કબજો કરવાની ફિરાકમાં જણાય છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન એરબેઝ પર ઈરાને મિસાઈલથી હૂમલો કર્યો છે. જેમાં અમેરિકાના પાંચ વિમાનોને નુકસાન થયું છે. તો શારજહાંમાં અમેરિકન ઓઈલ જહાજ પર ઈરાને હૂમલો કર્યો હોવાના અહેવાલો છે.
બીજી તરફ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે ઈરાનના અંદરના વિસ્તારો સુધી પહોંચી રહ્યો છે. ઈઝરાયલી સેનાએ ઉત્તર-પશ્ચિમ ઈરાનના તાબ્રિઝ શહેરના પશ્ચિમમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા નાગરિકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા માટે સત્તાવાર ચેતવણી આપી છે. ઈઝરાયેલના ફારસી ભાષાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નકશો જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, તેઓ આ વિસ્તારમાં રહેલા સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર, ખાસ કરીને એક પિસ્ટન ફેક્ટરીની આસપાસના મથકોને નિશાન બનાવવા જઈ રહ્યાં છે.
ઈઝરાયેલી સેનાએ સ્પષ્ટ કર્યુ છે કે, નાગરિકોની સુરક્ષા માટે આ વિસ્તારમાંથી દૂર જવું અનિવાર્ય છે, કારણ કે ત્યાં રહેવું તેમના જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે.
શારજહાંમાં અમેરિકન ઓઈલ જહાજ પર હુમલો કરાયો છે, તો ઈરાકમાં યુએસ એમ્બેસી પર એર સ્ટ્રાઈક થઈ છે. ઈરાને સાઉદીમાં અમેરિકાના ૫ સૈન્ય વિમાન ડેમેજ કર્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી હતી કે યુએસ સેનાએ ઈરાનના ખાર્ગ ટાપુ પર હુમલો કર્યો છે. આ હુમલાથી અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં ટાપુઓ કબજે કરવાની યોજના બનાવી રહૃાું છે કે નહીં તે અંગે પ્રશ્નો ઉભા થયા છે. કારણ કે ટ્રમ્પે એક દિવસ પહેલા જ મધ્ય પૂર્વમાં ૨,૫૦૦ મરીનને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. ભૂતપૂર્વ યુએસ નેવી અધિકારી અને સંરક્ષણ નિષ્ણાત માલ્કમ નેન્સે એક મૂલ્યાંકન ઓફર કર્યું છે, તેને એક ખતરનાક યોજના ગણાવી છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષમાં હવે એક નવો વળાંક આવ્યો છે. પશ્ચિમ એશિયામાં સતત વધતા તણાવને જોતા અમેરિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકી સંરક્ષણ વિભાગે આ ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માટે જંગી સૈન્ય જમાવટ કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાન તરફથી વધી રહેલા ખતરાને રોકવાનો અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા સુનિશ્ચિત કરવાનો માનવામાં આવી રહૃાો છે. તાજેતરના અહેવાલ મુજબ, અમેરિકાએ પોતાની ૩૧મી મરીન એક્સપિડિશનરી યુનિટના ૨૫૦૦ જાંબાઝ સૈનિકોને મોકલવાનો પ્લાન બનાવ્યો છે.
ઈરાનની રાજધાની તેહરાનમાં જ્યારે હજારો લોકો કુદ્સ ડે રેલી માટે એકઠા થયા હતા, ત્યારે ફર્ડૌસી સ્ક્વેર પાસે એક ભયાનક ધડાકો થયો હતો. આ હુમલા પહેલા ઈઝરાયલે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી, પરંતુ ઈન્ટરનેટ સેવાઓ ઠપ્પ હોવાથી લોકો સુધી આ માહિતી પહોંચી શકી નહોતી. બીજી તરફ, ઈરાનના સંસદ સ્પીકરે કહૃાું છે કે આવા હુમલાઓથી હવે તેમના ધૈર્યની સીમા આવી ગઈ છે. ઈરાને પણ વળતો પ્રહાર કરતા ઈઝરાયલ અને પડોશી દેશો પર મિસાઈલ હુમલા તેજ કર્યા છે.
જો કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય તેલજહાજોને લઈને ઈરાન હવે કુણુ વલણ અપનાવી રહ્યુ હોય તેમ જણાય છે અને ભારતમાં ઈરાનના રાજદૂતે પણ એવા જ સંકેતો આપ્યા છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાકના સશસ્ત્ર જૂથ ઈસ્લામિક રેઝિસ્ટન્સે અમેરિકન સૈન્ય અને ગુપ્તચર કર્મચારીઓ અંગે એક સનસનીખેજ એલાન કર્યું છે. રેઝિસ્ટન્સ જૂથોએ ઈરાક અને આસપાસના ક્ષેત્રોમાં કાર્યરત અમેરિકન લશ્કર, ગુપ્તચર અને જાસૂસ એજન્સીના અધિકારીઓ વિશે સચોટ માહિતી આપનાર માટે ભારે ઈનામની જાહેરાત કરી છે.
ગઈકાલે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં રેઝિસ્ટન્સ જૂથોએ કહૃાું હતું કે, જે કોઈ પણ અમેરિકન સૈન્ય અથવા ઉચ્ચ-સ્તરીય ગુપ્તચર અધિકારીઓની ઓળખ અથવા ઠેકાણા વિશે સચોટ માહિતી આપશે તેને ૧૫૦ મિલિયન ઈરાકી દીનાર (લગભગ ૧,૧૪,૫૦૦ એટલે કે ભારતીય ચલણમાં રૂ. ૯૫ લાખથી વધુ)નું ઈનામ આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial