Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉપયોગ કરનાર અજાણ્યા કેદી સામે નોંધાવાયો ગુન્હોઃ
જામનગર તા. ૩૦: જામનગરની જિલ્લા જેલમાં સ્થાનિક ઈન્ચાર્જ જેલર તથા સ્ટાફ દ્વારા રવિવારે કરવામાં આવેલી આકસ્મિક ચકાસણીમાં સાત નંબરના યાર્ડમાં એસડીટીપીસીઓના ઓરડા પાછળ ટેલિફોન બૂથના કનેકશનના બોક્સમાં છૂપાવવામાં આવેલો સીમકાર્ડ વગરનો મોબાઈલ મળી આવ્યો છે. આ મોબાઈલનો ઉપયોગ કરનાર અજાણ્યા કેદી સામે ઈન્ચાર્જ જેલરે પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.
જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે જેલર તરીકે ચાર્જમાં રહેલા એ.એમ. પીઠડીયા તથા સ્ટાફે જેલના અન્ય સ્ટાફને સાથે રાખી જેલની તમામ બેરેકની ચકાસણી હાથ ધરી હતી.
જેલર સાથે સુબેદારો, હવાલદારો, સીપાઈઓ પણ જોડાયા હતા. જેમાં સાત નંબરની યાર્ડમાં કેદીઓ માટે રાખવામાં આવેલા એસટીડીપીસીઓના ઓરડાના પાછળના ભાગમાં ટેલિફોન બૂથ શંકાસ્પદ રીતે ખૂલ્લું જોવા મળતા તેની તલાશી લેવાઈ હતી. તે બોક્સમાંથી ગામા કંપનીનો કે-ર મોડલનો લાલ રંગનો એક મોબાઈલ મળી આવ્યો હતો.
આ મોબાઈલની તલાશી લેવાતા તેમાંથી સીમકાર્ડ સાંપડ્યું નથી પરંતુ બેટરી જોવા મળી છે. બે સીમવાળા આ મોબાઈલનો કબજો જેલ તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે અને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તે બાબતની ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે તે મોબાઈલનો જેલમાં ઉપયોગ કરતા અજાણ્યા કેદીની તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial