Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ પીજીવીસીએલ દ્વારા બાકી બીલની વસુલાત અંગે ડીસકનેકશન ડ્રાઈવ

૫૫૩ કનેકશન કપાયાઃ રૂ।. ૧૪.૧૮ લાખની વસુલાત

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયા પીજીવીસીએલ ડિવિઝન દ્વારા વીજ બીલના બાકી નાણાંની વસુલાત માટે ડીસકનેકશન ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ૫૫૩ જોડાણો કાપી નાખી રૂ।. ૧૪.૧૮ લાખની વસુલાત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

કુલ ૪૮ લાખની બાકી રકમની વસુલાત માટે ૧૩૦૯ વીજ ગ્રાહકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

૫૦ ટીમો બનાવીને ખંભાળીયા વિભાગીય કચેરીના સબ ડીવીઝનનો ખંભાળીયા શહેર, ખંભાળીયા ગ્રામ્ય, વડત્રા કચેરી, રામનગર કચેરી તથા ભાણવડ કચેરીના ગ્રાહકો કે જેમના બીલો બાકી હતા, તેમને ત્યાં રૂબરૂ જઈને જોડાણો કાપવાની કાર્યવાહી સવારથી સાંજ સુધી કરવામાં આવી હતી. જેમાં કુલ ૫૫૩  વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. જેની રકમ રૂ।. ૧૯.૮૬ લાખ થવા જાય છે.

આ વીજ કનેકશનો કાપવાની ઝુંબેશ દરમ્યાન પાંચેય વીજ કચેરીના ૩૩૭ વીજ ગ્રાહકોએ તેમની બાકી વીજ બીલની રકમ માટે ૧૪.૧૮ લાખની રકમ પણ ભરપાઈ કરવામાં આવી હતી.

હવે પછી બાકી રહેલા ૮૯૦ વીજ કનેકશનોની ૩૪ લાખની રકમ અંગે પણ ટૂંક સમયમાં જ સામૂહિક રીતે ડીસકનેકશન કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh