Advertisement
Author: નોબત સમાચાર

મંગેતરને ગુટખા ખાવાની ના પાડ્યા પછી બોલાચાલીથી માઠું લાગી આવતા રણુજામાં શ્રમિક યુવાનનો આપઘાત

કાલાવડમાં વિદ્યાર્થિનીએ અકળ કારણથી ખાઈ લીધો ગળાફાંસોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: કાલાવડ શહેરમાં રહેતા એક પરિવારની અભ્યાસ કરતી સત્તર વર્ષની પુત્રીએ ગઈકાલે સવારે અકળ કારણથી પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પિતાનું નિવેદન નોંધ્યું છે. જ્યારે કાલાવડ નજીક રણુજામાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા પંચમહાલ જિલ્લાના યુવાને પોતાના મંગેતરની ગુટખા ખાવાની આદત પછી થયેલા ઝઘડાથી વાજ આવી જઈ ચૂંદડી વડે ગળાટૂંપો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે મૃતકના મોટાભાઈનું નિવેદન નોંધ્યું છે.

કાલાવડ શહેરના પંજેતનનગરમાં વસવાટ કરતા હુસેનશા ભીખુશા શાહમદાર નામના પ્રૌઢની સત્તર વર્ષની પુત્રી મુસ્કાનબાનુએ ગઈકાલે સવારે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે અકળ કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી ચૂંદડી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં પિતા હુસેનશાએ પોલીસને જાણ કરી હતી.

દોડી આવેલા કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પિતા હુસેનશાનું નિવેદન નોંધ્યું છે. આ તરૂણીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

કાલાવડ તાલુકાના રણુજા ગામની સીમમાં આવેલા જયેશભાઈ રવજીભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રીંછરોટા ગામના વતની અલ્પેશભાઈ રમેશભાઈ નાયક (ઉ.વ.૧૯) નામના શ્રમિકે રવિવારની રાત્રિ પછી કોઈ સમયે તે ખેતરમાં આવેલા એક બાવળના ઝાડમાં ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બનાવની ગઈકાલે સવારે તેમના મોટાભાઈ વિજયભાઈ નાયકને જાણ થઈ હતી. તેઓએ અલ્પેશભાઈને નીચે ઉતારી ચકાસતા આ યુવન મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. કાલાવડ પોલીસને જાણ કરવામાં આવતા જમાદાર ડી.એસ. જાડેજા દોડી આવ્યા હતા. તેઓએ મૃતદેહનો કબજો સંભાળી વિજયભાઈ નાયકનું નિવેદન નોંધ્યું છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ અલ્પેશભાઈના મંગેતર ભાવનાબેન તેમની સાથે રહેતા હતા. ભાવનાબેનને ગુટખા ખાવાની આદત હતી. તે આદત છોડી દેવા માટે અલ્પેશભાઈએ કહ્યું હોવા છતાં ભાવનાબેન ગુટખા ખાવાનું છોડી શકતા ન હતા તેથી બંને વચ્ચે બોલાચાલી થયા પછી માઠું લાગી આવતા અલ્પેશભાઈએ રવિવારની રાત્રિથી સોમવારની સવાર સુધીમાં ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે નિવેદન પરથી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh