Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃષભ સહિત બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થાય. અપેક્ષિત ફળ મળે
Aries (મેષ: અ-લ-ઈ)
આ૫ે રાજકિય-સરકારી કામકાજમાં, ખાતાકિય કામકાજમાં, ઉતાવળ કરવી નહીં. આવેશ-ઉશ્કેરાહટમાં આવી જવું નહીં.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૭
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૩
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામમાં સાનુકૂળતા જણાય. સામાજિક-વ્યાવહારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૫
Cancer (કર્ક: ડ-હ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવાય. ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬
Leo (સિંહ: મ-ટ)
આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ જણાય. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૫
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામ ઉકેલાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૮
Libra (તુલા: ર-ત)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૩
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૬-૯
Capricorn (મકર: ખ-જ)
દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સરળતા થતી જાય. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપના કાર્યનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૭-૯