Advertisement
Author: નોબત સમાચાર

નગરની ડેન્ટલ કોલેજ દ્વારા એક મહિના સુધી 'હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ' અભિયાનનું આયોજન

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે જામનગર સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા એક માસ સુધી હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ અભિયાનનો પ્રારંભ થશે. એ હેપ્પી માઉથ ઈસ એ હેપ્પી લાઈફની થીમ હેઠળ ૨૦ માર્ચથી ૨૦ એપ્રિલ સુધી જામનગરમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન થયું છે, જે દરમિયાન તબીબો દ્વારા દાંતની તપાસ, ઓરલ હેલ્થ કિટનું વિતરણ અને તમાકુ મુકિત માટેના પરામર્શ દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરાશે.

મોઢાનું સ્વાસ્થ્ય આપણા સમગ્ર શરીરના સ્વાસ્થ્ય સાથે સીધું જોડાયેલું હોવા છતાં લોકો દાંત અને પેઢાની સમસ્યાઓને અવગણતા હોય છે, જેના પરિણામે ગંભીર રોગોનો ભોગ બનવું પડે છે. આ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે ૨૦ માર્ચે ઉજવાતા 'વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ' નિમિત્તે સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગર દ્વારા વિશેષ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે વૈશ્વિક સ્તરે એ હેપ્પી માઉથ ઈસ એ હેપ્પી લાઈફ થીમ નિર્ધારિત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ થીમ ત્રણ વર્ષના આંતરરાષ્ટ્રીય અભિયાનનું શિખર છે, જેમાં વર્ષ ૨૦૨૪માં એ હેપ્પી બોડી અને ૨૦૨૫માં છ એ હેપ્પી માઈન્ડ પર ધ્યાન કેન્દ્રિત કર્યા બાદ હવે વર્ષ ૨૦૨૬માં એ હેપ્પી લાઈફ ના ઉદ્દેશ્ય સાથે મૌખિક સ્વાસ્થ્યના મહત્ત્વને ઉજાગર કરવામાં આવી રહૃાું છે. નિષ્ણાતોના મતે સ્વસ્થ મુખ માત્ર સુંદર સ્મિત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે શરીરના એકંદર સ્વાસ્થ્યનું મહત્ત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં મૌખિક સ્વાસ્થ્યની સ્થિતિ અંગેના તબીબી આંકડાઓ ચિંતાજનક છે, જેમાં ૫૦ ટકાથી વધુ લોકો દાંતના સડાથી અને અંદાજે ૮૦ ટકા લોકો પેઢાના રોગોથી અસરગ્રસ્ત છે. ખાસ કરીને ૩૫.૩૩ ટકા લોકોમાં જોવા મળતું તમાકુ, માવા અને ગુટખાનું સેવન દાંતના ડાઘા, પેઢાના રોગો અને મોંના કેન્સર જેવા ગંભીર રોગો માટે મુખ્ય કારણ બની રહૃાું છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે જામનગર ડેન્ટલ કોલેજ દ્વારા ૨૦ માર્ચથી ૨૦ એપ્રિલ સુધી એક મહિના માટે 'ઓરલ હેલ્થ અવેરનેસ એન્ડ ડિસીઝ પ્રિવેન્શન પ્રોગ્રામ' અંતર્ગત 'હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ કોલેજના તબીબો અને વિદ્યાર્થીઓની ટીમ દ્વારા દરરોજ ૫ થી ૬ વિવિધ કાર્યક્રમો યોજીને જનજાગૃતિ ફેલાવવામાં આવશે.

આ એક માસના અભિયાન દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ડેન્ટલ સ્ક્રીનીંગ કેમ્પ, સામાન્ય જનતા અને શાળાના વિદ્યાર્થીઓ માટે મૌખિક સ્વાસ્થ્ય શિક્ષણ, સોશિયલ મીડિયા કેમ્પેઈન તેમજ ઓરલ હેલ્થ કિટનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, વંચિત અને દૂરના વિસ્તારોમાં સેવાઓ પહોંચાડવા માટે 'રીચિંગ ધ અનરીચેબલ' પહેલ અંતર્ગત વિશેષ કાર્યક્રમો થશે, જેમાં દાંત સાફ કરવાની યોગ્ય પદ્ધતિઓનું પ્રદર્શન, તમાકુ છોડાવવા માટેનું કાઉન્સેલિંગ અને મોંના કેન્સરની તપાસ કરવામાં આવશે.

તબીબોએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, દિવસમાં બે વખત ફ્લોરાઈડયુક્ત ટૂથપેસ્ટથી બ્રશ કરવું, ખોરાક પછી કોગળા કરવા અને નિયમિત તપાસ કરાવવી એ રોગોને અટકાવવાનો સૌથી સરળ માર્ગ છે.ડેન્ટલ કોલેજના ડીન ડો.નયના પટેલના માર્ગદર્શન હેઠળ 'હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ' અભિયાન દ્વારા તબીબી સેવાઓને ક્લિનિકની બહાર લાવી સીધા લોકોના દ્વાર સુધી પહોંચાડીને જામનગરના નાગરિકોના સ્વાસ્થ્ય અને સ્મિતની સુરક્ષા કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh