Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આર.એસ.એસ.ના ૧૦૦ વર્ષ અને દશેરા પર્વે
ધ્રોલ તા. ૩: આર.આર.એસ.ના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ધ્રોલમાં વિજયાદશમી ઉત્સવ અને પથ સંચલનનું ભવ્ય આયોજન કરાયું છે.
આરએસએસના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ધ્રોલમાં વિજયાદશમી ઉત્સવ અને પથ સંચલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આરએસએસ પોતાના સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગે તા. પ-ઓક્ટોબર-ર૦રપ ના રોજ વિશાળ વિજયાદશમી ઉત્સવનું આયોજન ધ્રોલમાં કરવામાં આવ્યું છે.
ધ્રોલમાં આવેલ સતવારા સમાજની વાડીમાં પ-ઓક્ટોબરે સવારે ૧૦ વાગ્યે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ શતાબ્દી વર્ષના વિજયાદશમીના પાવન અવસરે, આરએસએસ ફરી એકવાર રાષ્ટ્રીય જવાબદારીઓ માટે પોતાની પ્રતિબદ્ધતાઓને વધુ સુદૃઢ કરશે. આ કાર્યક્રમ જનતા માટે પણ વિશેષ અવસર લાવે છે. જ્યાં તેઓ સંસ્કૃતિ, સામાજિક એકતા અને રાષ્ટ્રીય સન્માન વિષે વધુ માહિતગાર થઈ શકે છે. સાથે જ આરએસએસની સેવાઓ અને કાર્યો વિશે સમજ મેળવીને દેશના ભવિષ્ય માટે વધુ ક્રિયાશીલ થઈ પોતાની ભૂમિકા નિભાવવા વધુ સક્રિયતા મેળવી શકે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વર્ષ-૧૯રપમાં ડો. કેશવ બલીરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. સંઘનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ સાથે ભારીતય સંસ્કૃતિ અને પરંપરાઓને સંરક્ષિત તથા પ્રોત્સાહિત કરવાનો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial