Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં
ખંભાળિયા તા. ર૧: ખંભાળિયાની સરકારી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં મશીનરી બગડતા કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે દર્દીઓને સારવાર માટે જામનગર જવું પડે છે અને ભારે પરેશાની ભોગવવી પડી રહી હોય, લોકોમાં હોસ્પિટલના તંત્ર સામે રોષની લાગણી ફેલાઈ છે.
તાજેતરમાં આ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડ કે જેમાં ઢગલાબંધ દર્દીઓ દર્દીઓ આવે છે. તેનું ટી.બી. યુનિટ મોનીટરીંગ મશીન બગડી જતા ઓર્થોપેડિક વોર્ડની કામગીરી બંધ થઈ જતા દર્દીઓને જામનગર ધક્કો ખાવો પડે છે.
અત્યંત જુની વર્ષોનીઆ ઓર્થોપેડિક વોર્ડની સિસ્ટમ બગડી ગઈ છે ત્યારે કંપનીઓના સી.એસ.આર. કાંડમાંથી કે રોગી કલ્યાણ સમિતિમાંથી તાકીદે મશીનરી લઈને ઓર્થોપેડિક વોર્ડની સેવા શરૂ કરવા માગ કરાઈ છે.
ઓર્થોપેડિક વોર્ડમાં ઓર્થો સર્જન પણ આ મશીનરી વગર ઓપરેશન ના કરી શકે તેમ હોય, દર્દીઓ રોજ ખંભાળિયા તથા સમગ્ર જિલ્લામાંથી આવે છે, પણ આ સેવા નહીં હોવાથી ફરજિયાત ખાનગી હોસ્પિટલો કે જામનગર જી.જી.માં જવું પડે છે, જેથી ગરીબ દર્દીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. કેમ કે દિવસો સુધી આ સેવા પૂર્વવત થશે નહીં, ત્યારે ઝડપથી ખરીદી કરી નવી મશીનરી મંગાવવા અને સેવા શરૂ કરવા માગ ઊઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial