Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા શહેરની અનેક સમસ્યાઓના ઉકેલ માટે નાગરિક સમિતિની રજૂઆત

અગાઉ પણ સમિતિએ રજૂઆતો કરવા છતાં સમસ્યાઓ યથાવત...!

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૪: ખંભાળિયા શહેરના મહત્ત્વના પ્રશ્નો અંગે હંમેશાં તત્પર તથા કાર્યશીલ રહેતી ખંભાળિયા નાગરિક સમિતિના ડો. એચ.એન. પડીયા તથા ડો. તુષાર ગોસ્વામી વગેરે દ્વારા ખંભાળિયા પાલિકામાં હાલ વહીવટદાર શાસન વર્ગ-૨ના અધિકારીનું છે. ત્યારે મહત્ત્વની સમસ્યાઓના ઉકેલની માંગણી કરી છે.

ખંભાળિયા શહેરમાં સત્તાવાળાઓ તથા પાલિકાનું તંત્ર જાણે 'ધૂળ'ને સમસ્યાના ગણતું હોય તેમ કચરા અને ગંદકીની સફાઈ થાય છે પરંતુ ધૂળની નહીં !! રોડ નવા બને છે તે પણ ૫ૂરા સાફ થતાં નથી સતત ધૂળ ઉડવાની ઓછી પ્રતિકારક શકિત ધરાવતા વૃદ્ધો અશકત તથા બાળકો અસ્થમા, ખાંસી ધૂળ એલર્જી જેવી સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે. જેથી ધૂળની સમસ્યા નાબુદ કરવી.

ખંભાળિયામાં રસ્તાનું 'ગણિત' ભાગ્યે જ સમજી શકાય તેવું છે. અહીં નવા રોડ બને છે. અને થોડા સમયમાં તૂટે છે. ફરી નવા થાય છે !! જયાં રોડ જોડાય ત્યાં લેવલીંગ થતું નથી માપ અને નિયમ વગર આડેધડ સ્પીડ બ્રેકરો મુકાય છે ગટરના ઢાંકણા રોડના લેવલથી અનેક સ્થળે ઉંચા હોય અકસ્માતો થાય છે તો સ્પીડ બ્રેકરના પટ્ટાના નિશાન પણ નથી.

ખંભાળિયા શહેર વર્ગ-એનું ન.પા. ધરાવતું બની ગયું પણ મુજબ વિસ્તારો જોધપુર ગેઈટ, શાક માર્કેટ, રેલવે સ્ટેશન તથા અનેક જાહેર વિસ્તારો આજે પણ જાહેર મુતરડી, જાજરૂથી વંચીત છે તો જયાં છે ત્યાં પણ પુરતી સફાઈ નથી થતી ગંધાતી સ્થિતિના છે તો જોધપુર ગેઈટ અને શાક માર્કેટ જેવા સ્થળે જાહેરમાં મહિલાઓ પણ મૂત્ર વિસર્જન રોજ કરતી દેખાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh