Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના તમામ પેટ્રોલપંપ પર પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધઃ જોઈ તેટલું મળશે ઈંધણ

તંબોલી પેટ્રોલ પંપના માલિકે પાયાવિહોણી અફવા ગણાવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી સંગ્રહખોરી અને અફવાઓથી દૂર રહેવા તંબોલી પેટ્રોલિયમના માલિક મિતેશભાઈએ નાગરિકોને અપીલ કરી છે. પેટ્રોલ પંપ એસોસિએશનના તમામ સભ્યો કોઈપણ મર્યાદા વગર ઈંધણ પૂરૃં પાડવા માટે કટિબદ્ધ છે.

જામનગર શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે વહેતા થયેલા સમાચારો અને અફવાઓ અંગે દિગજામ સર્કલ પાસે આવેલ તંબોલી પેટ્રોલિયમના માલિક મિતેશભાઈ તંબોલીએ સ્પષ્ટતા કરી છે.

તેમણે જણાવ્યું છે કે, હાલમાં શહેરના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઈંધણનો જથ્થો મર્યાદિત છે અથવા ઉપલબ્ધ નથી તેવી પાયાવિહોણી અફવાઓથી કોઈપણ નાગરિકે ભરમાવવાની જરૂર નથી.

જામનગરના તમામ પેટ્રોલ પંપ પાસે ઈંધણનો પર્યાપ્ત સ્ટોક હોવાથી નાગરિકોને જ્યારે પણ જરૂર પડશે ત્યારે કોઈપણ મર્યાદા વગર પેટ્રલ-ડીઝલન મળતું શહેેશે, જે માટે જામનગર પેટ્રોલ પંપ એસોસિએશનના તમામ સભ્યો સંપૂર્ણપણે કટિબદ્ધ અને બંધાયેલા છે.

વધુમાં મિતેશભાઈ તંબોલીએ સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો કે તેઓ ખોટી અફવાનો ધ્યાને ન લે. ગેરમાર્ગે ન દોરાય તેમજ અકારણ પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી ન કરે, જેથી બિનજરૂરી પેનિક સિચ્યુએશન ઊભી ન થાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh