Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ પ્લેન ક્રેશ અને એર સ્પેસ, ખોટ, ખાતાકીય તપાસ જેવા કારણો?
નવી દિલ્હી તા. ૭: એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું આવતા અમદાવાદ પ્લેન ક્રેશ કેસ અને એર સ્પેસ વિવાદ વચ્ચે નેતૃત્વ સંકટ.
ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયામાં ફરી એકવાર મોટી ઉથલપાથલ જોવા મળી છે. અરલાઈનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેમ્પબેલ વિલ્સને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વર્ષ ર૦રર માં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર નિમણૂક પામેલા વિલ્સનનો કાર્યકાળ જુલાઈ ર૦ર૭ માં પૂર્ણ થવાનો હતો, પરંતુ સતત વધી રહલી આર્થિક ખોટ અને નિયામકીય તપાસના દબાણ વચ્ચે તેમણે અચાનક આ નિર્ણય લીધો છે.
ખાસ કરીને ગયા વર્ષેે થયેલા અમદાવાદના બોઈંગ વિમાન અકસ્માતમાં ર૬૦ લોકોના મોત પછી એરલાઈન પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. એર ઈન્ડિયા માટે હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. આર્થિક અંદાજો મુજબ, નાણાકીય વર્ષ ર૦ર૬માં એર ઈન્ડિયાની ખોટ રૂ।. ર૦,૦૦૦ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે, જેે અગાઉના રૂ।. ર,૦૦૦ કરોડના અંદાજ કરતા ૧૦ ગણી વધારે છે. પાકિસ્તાન દ્વારા તેની એરસ્પેસ બંધ કરવામાં આવતા એર ઈન્ડિયાના પશ્ચિમી રૂટ પર માઠી અસર પડી છે. આ ઉપરાંત ક્રૂડ ઓઈલના વધતા ભાવ (૧૦૦ ડોલરથી ઉપર) અને અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિએ એરલાઈન માટે પરફેક્ટ સ્ટોર્મ જેવી સ્થિતિ સર્જી છે. ટાટા ગ્રુપની અન્ય નવી કંપનીઓની સંયુક્ત ખોટપણ રૂ।. ર૯,૦૦૦ કરોડ થવાનો અંદાજ છે, જેમાં સૌથી મોટો હિસ્સો એર ઈન્ડિયાનો છે.
તદ્વિષયક નિષ્ણાતોનું માનવું છે કે, માત્ર મેનેજમેન્ટને આ ખોટ માટે જવાબદાર ઠેરવવું યોગ્ય નથી, કારણ કે ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ બાહ્ય પરિબળ છે, જો કે ખાનગિકરણ ૪ વર્ષ પછી પણ ગ્રાહક સેવા અને સુુવિધાઓમાં સુધારો ન થવો એ ટાટા ગ્રુપ માટે ચિંતાનો વિષય છે.
કેમ્પબેલ વિલ્સન પાસે એેવિએશન ઉદ્યોગનો ૩૦ વર્ષનો બહોળો અનુભવ છે અને તેઓ સિંગાપોર એરલાઈન્સની સબસિડીરી 'સ્કૂટ'ના સ્થાપક સીઈઓ રહી ચૂક્યા છેે. હવે એર ઈન્ડિયા માટે સૌથી મોટો પડકાર આ આર્થિક ખાડામાંથી બહાર આવવાનો અને ગ્રાહકોનો વિશ્વાસ ફરી જીતવાનો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial