Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓરડીમાં રહેલા પાઈપમાં દોરી વડે કરી આત્મહત્યાઃ
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા અને લાલપુર તાલુકાના જોગવડ ગામમાં શિવપરા વિસ્તારમાં વસવાટ કરતા અશોકભાઈ આલાભાઈ પરમાર નામના યુવાને ગુરૂવારે સાંજે પોતાના રહેણાંકમાં આવેલી એક ઓરડીમાં લોખંડના પાઈપમાં દોરી બાંધી ગાળીયો બનાવ્યા પછી ફાંસો ખાઈ લીધો હતો. આ બાબતની ગુરૂવારે સાંજે તેમના નાનાભાઈ અરવિંદભાઈ આલાભાઈને જાણ થતાં તેઓએ અશોકભાઈને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. મેઘપર પોલીસને વાકેફ કરવામાં આવતા દોડી ગયેલા જમાદાર આર.એન. થાનકીએ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે ખસેડ્યો છે.
મૃતકના નાનાભાઈ અરવિંદભાઈનું નિવેદન નોંધવામાં આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ અશોકભાઈ અને તેમના પત્ની ગંગાબેન વચ્ચે થોડા દિવસ પહેલા કોઈ બાબતે ઝઘડો થયો હતો. તે પછી રીસાઈ ગયેલા ગંગાબેન બાળકો સાથે પોતાના ફઈના ઘેર રહેવા ચાલી ગયા હતા. આ બાબતનું માઠું લાગી આવતા અશોકભાઈએ ગુરૂવારે બપોરથી સાંજ સુધીમાં આ પગલું ભરી લીધુ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial