Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના હિટ એન્ડ રનના બનાવમાં મોટરચાલકની હાઈકોર્ટમાં જામીનમુક્તિ

ત્રણેક મહિના પહેલાં સર્જાયો હતો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: કાલાવડ પાસે ત્રણ મહિના પહેલાં એક હોમગાર્ડઝ જવાનને મોટરની ઠોકર વાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. હિટ એન્ડ રનના આ બનાવમાં પોલીસે મોટરચાલકની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી હાઈકોર્ટે મંજૂર રાખી છે.

કાલાવડ શહેરમાં આઈટીઆઈ ચોકડી નજીક ગઈ તા.૧૬-૧૨-રપની સાંજે ગિરીશભાઈ ગોરધનભાઈ પરમાર નામના હોમગાર્ડઝ જવાન ઉભા હતા ત્યારે એક મોટરે તેઓને ટક્કર મારી દીધી હતી.

આ અકસ્માતમાં ઘવાયેલા ગિરીશભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. ખોડુભાઈ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોટરના ચાલક ધર્મેશ ઉર્ફે ડેની દિનેશભાઈ સોંદરવાની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં અરજી કરતા તેને રૂ।.૧૦ હજારના જામીન પર છોડવામાં આવ્યો છે. આરોપી તરફથી વકીલ પ્રકાશ પરમાર, જયદીપ મકવાણા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh