Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ-લાલકુઆ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

ઉનાળાની સિઝનને ધ્યાને લઈને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: ટ્રેન નંબર ૦૫૦૪૬/૪૫ રાજકોટ લાલકુઆ વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આનાર છે. જે આઠ દ્વીપ ફરશે.

રાજકોટથી દર સોમવારે ૨૨:૩૦ કલાકે ઉપડશે અને બુધવારે ૫:૧૫ કલાકે લાલકુઆ પહોંચશે. આ ટ્રેન તા. ૬ એપ્રિલથી ૨૭ એપ્રિલ ૨૦૨૬ સુધી ચાલશે. તેવી જ રીતે લાલકુઆ-રાજકોટ સમર સ્પેશિયલ દર રવિવારે લાલકુઆથી ૧૨:૩૫ કલાકે ઉપડશે અને બીજા દીવસે ૧૮:૧૦ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન તા. ૫ થી ૨૬ એપ્રિલ વચ્ચે ચાલશે. આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ, ભીનમાલ, મોદરન, જાલોર, મોગલસર, સમદડી, લુણી, જોધપુર, ગોટન, મેડતા, રોડ દેગાણા, મકરાણા, કુયમન સિટી, નાવાસિટી, વાલેરા, જયપુર, દૌસા, ભરતપુર, મથુરા, મજીરા કેન્દ્ર, હાથસર સિટી, કાસગંજ, સોસેન, રાકુર, ઉઝાની, બદાયુ, વરેલી જંકશન, ઈજ્જતનગર, બહેરી અને કિચ્છા સ્ટેશને ઊભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સેકન્ડ એસી અને જનરલ કોચ જોડાશે. અને તા. ૨૮ થી બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh