Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગતિમર્યાદામાં વાહન ચલાવવા અંગે જાહેરનામું:
ખંભાળીયા તા. રપઃ આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકામાં દર્શનાર્થે આવતા હોય છે. આ પદયાત્રીઓ દિવસ-રાત દરમ્યાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ ગતિમર્યાદામાં વાહન ચલાવવા અંગેનું એક જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે.
આ જાહેરનામાં અંતર્ગત રસ્તાઓ ઉપર પસાર થતા વાહનોના કારણે કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ શરૂ થાય ત્યાંથી ઝાખર પાટીયા-ખંભાળિયા-રાણ લીંબડી-ભાટીયા-દ્વારકાનો રૂૂટ, ઝાખર પાટીયા-ખંભાળિયા-રાણ લીંબડી-ગુરગઢ- દ્વારકાનો રૂટ, દ્વારકા-ઓખાનો રૂટ, દ્વારકા - નાગેશ્વરનો રૂટ, ભાટીયા-હર્ષદ માતાજી ( ગાંધવી)નો રૂટ, હર્ષદ માતાજી (ગાંધવી) દ્વારકાના રૂટ પર પસાર થતા વાહન ચાલકોએ તા. ૨૫-૦૨-૨૬થી તા. ૦૪-૦૩-૨૬ સુધી તેમનું વાહન ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ગતિ મર્યાદાથી વધારે ચલાવવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામું અત્રેથી અથવા પોલીસ અધિક્ષકશ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા પરવાનગી અપાયેલ વાહનો, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનો તેમજ ઈમરજન્સી વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial