Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારખાને કામ કરવા જવાનું કહી લાપત્તા બનીઃ
જામનગર તા. ૧૦: જામનગરના જોગણીનગરમાં રહેતા એક પરિવારની અઢાર વર્ષની પુત્રી કારખાનામાં કામ કરવા ગયા પછી લાપત્તા બની ગઈ છે. પોલીસે તેણીના પિતાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર નજીક આવેલા જોગણીનગરમાં વસવાટ કરતા અને શાકભાજીનો વ્યવસાય કરતા મુકેશભાઈ કારાભાઈ સોલંકી નામના પ્રૌઢની અઢાર વર્ષની પુત્રી સીમાબેન ગઈકાલે પોતાના ઘરેથી કારખાને કામ પર જવાનું કહીને નીકળ્યા પછી બપોરના ત્રણેક વાગ્યા સુધી પરત નહીં ફરતા હાંફળા ફાંફળા બનેલા પિતા મુકેશભાઈએ તેની શોધખોળ શરૂ કરી હતી.
આ યુવતીનો પત્તો નહીં લાગતા આખરે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેણી ગુમ થયાની જાણ કરવામાં આવી છે. પોલીસે તે યુવતીનું વર્ણન તથા ફોટો મેળવી તેની શોધખોળ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial