Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લામાંથી ૧૪ મહિલા તીનપત્તી રમતા ઝડપાયા: કુલ ૧૩ દરોડામાં ૭૬ શખ્સ રૂ.૪.૨૫ લાખના મુદ્દામાલ સાથે પકડાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: લાલપુર તાલુકાના કાનાલુસમાં ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા ચૌદ મહિલાને પોલીસે પકડી પાડ્યા છે. નાની વેરાવળ ગામમાંથી સાત પત્તાપ્રેમી રૂ.પોણા ત્રણ લાખની મત્તા સાથે ઝડપાઈ ગયા છે. તે ઉપરાંત  ગોવાણા, ખીરસરા, ભણગોર તેમજ જામજોધપુરના મેઘપર-આંબરડી, જામવાડી, બુટાવદર અને જોડિયાના બાલંભામાં કુલ ૧૩ દરોડામાં પોલીસે ૬૯ શખ્સને દબોચી લેવામાં આવ્યા છે. કુલ રૂ.૪,૩૩,૧૭૦નો મુદ્દામાલ કબજે થયો છે.

જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં ગઈરાત્રે કેટલાક શખ્સો સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી પરથી મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે રાત્રે સાડા ત્રણ વાગ્યે ત્યાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી સરમણ ભગવાનજી સુમાત, કાનાભાઈ દિલીપભાઈ મકવાણા, ગજેન્દ્ર પરસોત્તમ પરમાર, વિમલ વિનુભાઈ પરમાર, અજય ભીખાભાઈ પરમાર, નિલેશ સુરેશભાઈ પરમાર, કનૈયાલાલ ભગવાનજી પરમાર, વિષ્ણુ દેવાભાઈ પરમાર નામના આઠ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૧૫,૧૫૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.

લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં ગઈરાત્રે એક વાગ્યે મેઘપર પોલીસે પાડેલા દરોડામાં વિજુબેન ધીરૂભાઈ ચૌહાણ, બુધીબેન માધવસંગ, જયોતિબેન મોહનભાઈ ચૌહાણ, કિરણબેન સુખદેવસિંહ ચૌહાણ, હર્ષાબેન ગિરીશભાઈ ચૌહાણ, હંસાબેન જગદીશસિંહ ચૌહાણ, સોનલબેન દોલતભાઈ જાદવ, જયશ્રીબેન યુવરાજસિંહ કંચવા, તેજલબેન દિલીપસિંહ ચૌહાણ, ભારતીબેન મંગળસિંહ ગોહિલ, હીનાબેન માનસંગ સીસોદીયા, જશુબેન અજયસિંહ સીસોદીયા, અલ્પાબેન અભિષેક કનોજીયા, મધુબેન કિશોરસિંહ સોલંકી નામના ચૌદ મહિલા ગંજીપાનાથી જુગાર રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૧૩૧૦૦ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

કાનાલુસ ગામમાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં ક્રિષ્નકુમાર કાંતિલાલ સીસોદીયા, રણજીત ખીમાજી સોલંકી, માધવસંગ ચંદ્રસંગ ચૌહાણ, માધવસંગ અમરસંગ જાદવ, વિજય મહેન્દ્રસિંહ વાળા નામના પાંચ શખ્સ રૂ.૧૧૨૮૦ રોકડા સાથે પકડાઈ ગયા હતા.

જામજોધપુર તાલુકાના મેઘપર-આંબરડી ગામમાં ગઈરાત્રે રોનપોલીસ રમતા રહીમ હુસેન ઉનડ, ભીમાભાઈ ભાયાભાઈ છેલાળા, ફતેમામદ શેરમામદ સીપીયા, ધર્મેશ કરશનભાઈ ખીંટ, સંજય પાલાભાઈ ડાંગર, દીપક ભીખાભાઈ મકવાણા નામના છ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ.૧૦૯૭૦ કબજે કર્યા છે.

લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં ગઈરાત્રે ગંજીપાના કૂટતા કરશનભાઈ માલદેભાઈ કરમુર, ખીમાભાઈ પોલાભાઈ કરમુર, રામદે રાજશીભાઈ કરમુર, કરશનભાઈ ભીમાભાઈ કરમુર, અરજણભાઈ રામશીભાઈ કરમુર, નગાભાઈ બોઘાભાઈ ભાદરકા, મહેશ નારણભાઈ ડાંગર, દેવશી ભીમાભાઈ કરમુર નામના આઠ શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૨૨૩૭૦ પટમાંથી કબજે લીધા છે.

લાલપુર તાલુકાના ખીરસરા ગામમાંથી ગઈરાત્રે નીતિન દામજીભાઈ લાઠીયા, પ્રવીણ રામીભાઈ વાડોલીયા, કેયુર સુભાષભાઈ વાછાણી, મેઘજીભાઈ પરબતભાઈ સોનગરા નામના ચારને પકડી લઈ પોલીસે રૂ.૧૧૧૫૦ કબજે કર્યા છે.

લાલપુર તાલુકાના નાની વેરાવળ ગામની ટીંબાવાડી સીમમાં ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા સવદાસ ભુરાભાઈ સોચા, સંજય દેવાણંદભાઈ વસરા, ભરત માલદેભાઈ વાવરોટીયા, કાનાભાઈ વિઠ્ઠલભાઈ વૈષ્ણવ, પરબત ભાયાભાઈ ડાંગર, પ્રવીણ માલદેભાઈ વાવરોટીયા, વજશીભાઈ બાવાભાઈ બોદર નામના સાત શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ.૧૪૬૦૦૦ રોકડા, બે બાઈક, છ મોબાઈલ ઝબ્બે લીધા છે.

જામજોધપુર તાલુકાના જામવાડી ગામની સીમમાં ગઈરાત્રે તીનપત્તી રમતા પંકજ સુભાષભાઈ ભડાણીયા, રાજેશ મોહનભાઈ સગારકા, ઉમેશ મગનભાઈ સગારકા, હસમુખભાઈ કરશનભાઈ ગરેજા, પ્રકાશ કાંતિલાલ ખાંટ, જયેશ હમીરભાઈ સગારકા, પ્રવીણ નગાભાઈ સગારકા નામના સાત શખ્સને પોલીસે રૂ.૧૩૩૫૦ સાથે પકડી લીધા છે.

જામજોધપુરના ધ્રાફા રોડ પર ગઈરાત્રે જુગાર રમતા હીત અશ્વિનભાઈ ખાંટ, વિજય મનસુખભાઈ કડીવાર, હેમાંગ રમણીકભાઈ ટાંક, વિજય રામસંગ ઓરવીયા, ચંદ્રેશ દિનેશભાઈ ફળદુ, જયંત વિઠ્ઠલભાઈ સાપરીયા નામના છ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ.૧૫૬૪૦ કબજે કર્યા છે.

લાલપુર તાલુકાના ભણગોર ગામના પાદરમાં ગઈકાલે રાત્રે રોનપોલીસ રમતા હમીરભાઈ અરશીભાઈ કરંગીયા, અશોક નરશીભાઈ ચાંગેલા, ભાયાભાઈ લખમણભાઈ કરંગીયા, ચંદુભાઈ નરશીભાઈ ચાંગેલા, કાંતિભાઈ વિરજીભાઈ વાછાણી, મેરામણભાઈ જેતાભાઈ ડાંગર નામના છ શખ્સ રૂ.૭૪૫૦ સાથે પકડાઈ ગયા છે.

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામની સીમમાં ગઈકાલે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા રાજેશ દેવશીભાઈ ચંદ્રાવડીયા, વિજય મેરામણભાઈ ચંદ્રાવડીયા, ધર્મેશ મુકેશભાઈ પિત્રોડા, મયુર કારાભાઈ ચંદ્રાવડીયા, વિજય જેતાભાઈ કરમુર, પરબત નથુભાઈ વાણીયા, હિતેશ રામાભાઈ ગોજીયા, એભાભાઈ કરશનભાઈ ચંદ્રાવડીયા, કાળુભાઈ નરશીભાઈ ડાભી, વિશાલ નથુભાઈ ચંદ્રાવડીયા નામના દસ શખ્સ રૂ.૨૦૫૫૦ સાથે પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા.

જોડિયા તાલુકાના બાલંભા ગામના શાંતિનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે તીનપત્તી રમતા મયુર નાગજીભાઈ સરવૈયા, અરજણ નરશીભાઈ રાઠોડ, અજય મહાદેવભાઈ રાઠોડ નામના ત્રણ શખ્સ રૂ.૩૨૬૦ સાથે પકડાઈ ગયા છે.

જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા હનુભા દેવુભા વાળા, ચીંતન દીપકભાઈ ખોના, યશપાલસિંહ નવલસિંહ જાડેજા, રાજેશ નારણભાઈ સંજોટ, મનસુખભાઈ ખેરાભાઈ સંજોટ, કનુભા નથુજી જાડેજા નામના છ શખ્સને રૂ.૧૩૨૦૦ સાથે પકડી લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh