Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂ૫ેન્દ્ર પટેલ દ્વારા રિજીયોનલ કોન્ફરન્સ કાર્યક્રમનું ઉદઘાટન

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અન્વયે

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૨૯: આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અન્વયે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રિજીયોનલ કોન્ફરન્સના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી એક નવી પહેલ શરૂ કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગર્શનમાં ૨૦૦૩થી શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગુજરાત ગ્લોબલ ઈન્ડસ્ટ્રીયલ મેપ પર  અગ્રેસર બન્યું છે. એટલું જ નહીં, વિશ્વભરના ઉદ્યોગ-રોકાણકારો માટે ગેટ-વે ટુ ધી ફ્યુચરની વિશેષ ઓળખ ગુજરાતે ઊભી કરી છે.

ગુજરાતની આ ઈમેજને વોકલ ફોર લોકલથી વધુ ઉજાગર કરવા અને વિકાસનો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાની નવી પહેલ વડાપ્રધાનશ્રીના દિશાનિદર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના આયોજનથી આપણે કરવી છે.

મુખ્યમંત્રી આ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના લોન્ચ કાર્યક્રમમાં સંબોધન કરી રહૃાા હતા. તેમણે કોન્ફરન્સના લોગો, વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ પણ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા રાજ્ય મંત્રી ભીખૂ સિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું. રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક, આર્થિક સ્ટ્રેન્થ અને રોકાણોની રેડીનેસની સજ્જતાનું પ્લેટફોર્મ બનનારી આ વાઇબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સની પ્રથમ કોન્ફરન્સ આગામી ૯, ૧૦ ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં યોજાવાની છે. ત્યારપછી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં આવી રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન થશે.

ગુજરાતના દરેક પ્રદેશની આગવી પ્રોડક્ટ અને ઓળખ છે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વિશેષ સ્ટ્રેન્થ પણ છે. કેટલાક જિલ્લાઓ તો એવું પોટેન્શિયલ ધરાવે છે કે દેશના અન્ય રાજ્યો કરતા પણ અનેક ગણું વધારે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ અને પ્રોડક્શન આ જિલ્લાઓમાં ગુજરાત કૃષિ, મત્સ્યોદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ-પેટ્રો કેમિકલ, જેમ્સ-જ્વેલરી, એન્જિનિયરિંગ, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશાં અગ્રેસર રહૃાું છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં હવે ગુજરાતને નવા ઉભરતા અને ફ્યુચરિસ્ટિક સેક્ટર્સ સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રીક મોબિલિટી, એરોસ્પેસ, ડિફેન્સ, ગ્રીન એનજીર્માં આત્મનિર્ભરતા સાથે લીડર બનાવવાનું છે.

તેમણે કહૃાું કે, વડાપ્રધાનનો સ્પષ્ટ નિર્ધાર છે કે, આપણે એવું રાષ્ટ્ર-રાજ્ય બનાવવું છે જ્યાં ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રીસર્ચ, પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય હોય. સ્વદેશી અને આત્માનિર્ભરતાને પ્રમોટ કરવા વડાપ્રધાનશ્રીએ વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આપ્યો છે.

આ પ્રસંગે રાજયના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે વિસ્તૃત વિગતો રજુ કરી હતી.

આ સંમેલનો રાજ્યના ચાર મુખ્ય પ્રાદેશિક કેન્દ્રોમાં યોજાશે. જેમાં ઉત્તર ગુજરાત માટે મહેસાણા (૯-૧૦ ઓક્ટોબર ૨૦૨૫), કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રાજકોટ (૮-૯ જાન્યુઆરી ૨૦૨૬), દક્ષિણ ગુજરાત માટે સુરત (૯-૧૦ એપ્રિલ ૨૦૨૬) અને મધ્ય ગુજરાત માટે વડોદરા (૧૦-૧૧ જૂન ૨૦૨૬) નો સમાવેશ થાય છે.

શ્રી સ્વરૂપે વધુમાં ઉમેર્યું કે આ સંમેલનો દ્વારા લોકો, ઉદ્યોગસાહસિકો, યુવાનો અને સ્થાનિક નેતૃત્વને એક મંચ પર લાવીને તેમની આકાંક્ષાઓને શાસનની નીતિઓ સાથે જોડવાનો પ્રયાસ થશે. ઉપરાંત, પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત મૂલ્યવર્ધિત પાક ઉત્પાદન અને ગ્રીન એનર્જી જેવા ઉભરતાં ક્ષેત્રોમાં પણ નવી તકો ઊભી કરશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે. દાસ, ખાણ વિભાગના કમિશનર શ્રી ધવલ પટેલ, જીઆઈડીસીના એમ.ડી. શ્રીમતી પ્રવીણા ડી.કે., ઈન્ડેક્ષ બીના જોઈન્ટ એમ.ડી. શ્રી કેયુર સંપત સહિત બહોળી સંખ્યામાં ઉદ્યોગ સંગઠનોના  પ્રતિનિધિઓ, પદાધિકારીઓ-અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh