Advertisement
Author: નોબત સમાચાર

યુવક-સગીરાના પ્રેમસંબંધમાં યુવક પર થયેલા ઘાતક હુમલા પછી થયું મૃત્યુ

ઓખામંડળના યુવાને સારવારમાં દમ તોડ્યોઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૨૮: ઓખામંડળના એક ગામમાં વસવાટ કરતા દલિત યુવક સાથે કેટલાક સમયથી પ્રેમસંબંધમાં બંધાયેલી સગીરાને ગયા શનિવારે રાત્રે મળવા ગયેલા યુવક પર સગીરાના પરિવારજનોએ પાઈપથી હુમલો કર્યા પછી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના એક ગામમાં વસવાટ કરતા રાજુભાઈ લગધીરભાઈ ચાનપા નામના એક યુવક સાથે અન્ય કોમની સગીરા સંપર્કમાં આવ્યા પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. તે પછી અવારનવાર આ વ્યક્તિઓ મળતા રહેતા હતા. તે દરમિયાન ગયા શનિવારે રાત્રિના સમયે આ યુવક પોતાના પ્રિય પાત્રને મળવા ગયા પછી તેઓની હરકતો સગીરાના પરિવારના ધ્યાનમાં આવી જતા બઘડાટી બોલી ગઈ હતી. એકઠા થઈ ગયેલા સગીરાના પરિવારજનોએ આ યુવકને મરણતોલ માર માર્યાે હતો. જેમાં માથામાં પાઈપ વાગી જતા આ યુવકને સારવાર માટે સ્થાનિક દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા રાજુભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેના પગલે આ બનાવ હત્યામાં પલટાઈ ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh