Advertisement
Author: નોબત સમાચાર

પુત્રના અવસાન પછી આઘાતમાં ઝૂરતા રહેતા માતાને માનસિક બીમારી વળગીઃ ફાંસો ખાઈ કરી આત્મહત્યા

પટેલકામાં યુવાને ઝેરી ટીકડા ગળી લીધા પછી નિપજ્યું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં વસવાટ કરતા એક મહિલાના પુત્રનું દોઢેક વર્ષ પહેલાં અવસાન થયા પછી પુત્રના વિયોગમાં ઝૂરતા રહેતા માતા માનસિક બીમારીનો ભોગ બન્યા હતા. તેઓએ ગઈકાલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી પ્રસરી ગઈ છે. જ્યારે કલ્યાણપુરના પટેલકામાં અગમ્ય કારણથી ઝેરી ટીકડા ગળી લેનાર યુવાન પર કાળનો પંજો પડ્યો છે.

કાલાવડ શહેરના કાશ્મીરપરા વિસ્તારમાં વસવાટ કરતા ફરીદાબેન જાવિદભાઈ ચૌહાણ (ઉ.વ.૩૯) નામના મહિલાના પુત્રનું દોઢેક વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારથી સતત આઘાતમાં રહેતા ફરીદાબેનને થોડા સમયથી માનસિક બીમારી લાગુ પડી હતી.

આ મહિલાને તેમના પરિવાર દ્વારા સારવાર અપાવવામાં આવી રહી હતી. તે દરમિયાન ફરીદાબેને ગઈકાલે સવારે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે એક ઓરડામાં રહેલા પંખામાં દુપટ્ટા વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની બપોરે એકાદ વાગ્યે તેમના પરિવારજનોને જાણ થઈ હતી. આ મહિલાને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બેભાન અવસ્થામાં રહેલા ફરીદાબેનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પતિ જાવિદભાઈ ઉમરભાઈ ચૌહાણે પોલીસને જાણ કરી છે. એએસઆઈ વી.ડી. ઝાપડીયાએ અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામમાં વસવાટ કરતા રામભાઈ વીરાભાઈ લગારીયા (ઉ.વ.૪૭) નામના યુવાને ગઈકાલે સવારે ગામની સીમમાં આવેલા પોતાના ખેતર સ્થિત મકાનમાં કોઈ અગમ્ય કારણથી ઝેરી ટીકડા ગળી લીધા હતા. આ યુવાનનું મૃત્યુ થયું છે. તેમના પુત્ર નિલેશભાઈ લગારીયાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh