Advertisement
Author: નોબત સમાચાર

શેરબજાર કડડભૂસ... રોકાણકારોના લાખો કરોડ રૂપિયાનું ધોવાણ

સવારમાં જ સેન્સેક્સ ૧૦૦૦ અને નિફ્ટી ર૭૦ પોઈન્ટ ગબડતા

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૩૦: આજે સવારે જ શેરબજાર ૧૦૦૦ પોઈન્ટથી વધુ તથા નિફ્ટી ર૭૦ પોઈન્ટ જેટલો ગબડતા શેરબજાર ધડામ થઈને પછડાયું છે અને રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ધોવાયા છે.

વૈશ્વિક બજારોમાં મચેલા હાહાકારની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. અઠવાડિયાના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં મોટી સુનામી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને એશિયન બજારોમાં આવેલા કડાકાને કારણે આજે શેરબજાર ખૂલતાની સાથે જ ધડાધડ નીચે પટકાયું હતું. સેન્સેક્સ અને નિફટી બન્ને મહત્ત્વના સ્તરો તોડીને લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે.

આ લખાય છે ત્યારે બપોરે ૧ર વાગ્યાના સુમારે ૧.૦૧૮.૦૦ પોઈન્ટ (-૧.૩૮ ટકા) ના તોતિંગ ઘટાડા સાથે ૭ર,પ૬પ.રર પર ટ્રેડ કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સેન્સેક્સનો અગાઉનો બંધ ૭૩,પ૮૧.ર હતો, જેની સામે આજે તે ખૂબ જ નીચે ખૂલ્યો છે. નિફ્ટીમાં પણ ર૬૯.૯પ પોઈન્ટ (-૧.૧૮ ટકા) નો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી અત્યારે રર,પ૪૯.૬પ ના સ્તર પર છે. નિફ્ટીનો અગાઉનો બંધ રર,૮૧૯.૬૦ હતો.

મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષને કારણે વૈશ્વિક રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે અને શેરબજારમાંથી નાણા ખેંચી રહ્યા છે. કાચા તેલના ભાવ ૧૦૯ ડોલર પ્રતિ બેલરને પાર કરી ગયા છે. ભરત તેની જરૂરિયાતનું મોટું નિકાસ બહારથી કરે છે, તેથી તેલના વધતા ભાવ ભારતીય અર્થતંત્ર અને રૂપિયા માટે નકારાત્મક છે, તેના કારણે આ કડાકા માટે જવાબદાર છે.

તે ઉપરાંત જાપાન, કોરિયા અને હોંગકોંગના બજારોમાં આજે સવારથી જ ભારે વેંચવાલી જોવા મળી હતી, જેની સીધી અસર ભારતીય સેન્ટિમેન્ટ પર પડી છે. ટ્રમ્પ દ્વારા ઈરાનના તેલ ભંડાર અને ખાર્ગ આઈલેન્ડ પર કબજો કરવાની ચીમકીએ પણ અનિશ્ચિતતામાં વધારો કર્યો છે.

શેરબજારમાં આવેલા આ પ્રારંભિક કડાકાને કારણે રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. આઈટી, બેન્કીંગ અને ઓટો સેક્ટરના શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતો ના મતે જો વૈશ્વિક તણાવ ઓછો નહીં થાય તો આગામી દિવસોમાં બજાર હજુ પણ નીચે જઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh