Advertisement
Author: નોબત સમાચાર

સડોદર પાસે બાઈક સ્લીપ થતાં ઘવાયેલા યુવકનું સારવારમાં નિપજ્યું મૃત્યુઃ અરેરાટી

નૂરી ચોકડી પાસે બાઈકચાલકને મોટરની ઠોકરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામજોધપુરના સડોદર ગામ પાસે ત્રણ સપ્તાહ પૂર્વે નોકરી પૂર્ણ કરીને ઘર તરફ જતા એક યુવાનનું બાઈક સ્લીપ થતાં માથામાં ઈજા થઈ હતી. આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. ત્રણ સપ્તાહ પૂર્વે નૂરી ચોકડી પાસે એક બાઈકચાલકને મોટરે ઠોકર મારતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા પ્રૌઢને સારવારમાં ખસેડાયા છે.

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતા રાહુલભાઈ કાલિદાસ ગાજણ નામના યુવાન ગઈ તા.૧રની સાંજે સમાણા ગામમાં પોતાની નોકરી પૂર્ણ કરીને સડોદર જવા માટે મોટર સાયકલ પર નીકળ્યા હતા.

તેઓ જ્યારે કટીધાર પાસે પહોંચ્યા ત્યારે કોઈ રીતે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા રાહુલભાઈ રોડ પર પડી ગયા હતા. જોશબેર પછડાયેલા આ યુવાનને માથાના પાછળના ભાગમાં ઈજા થઈ હતી. દોડી આવેલી ૧૦૮માં રાહુલભાઈને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ યુવાનનું શનિવારે મૃત્યુ નીપજ્યાનું તેમના પત્ની પૂજાબેને પોલીસમાં જાહેર કર્યું છે. શેઠવડાળા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં નોકરી માટે આવેલા અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના દોલતપુર ગામના ગાલીલભાઈ કમજીભાઈ કટારા નામના પ્રૌઢ ગઈ તા.૫ની રાત્રે નૂરી ચોકડી પાસેથી જીજે-૧૦-ડીકયુ ૩૪૮૯ નંબરના બાઈકમાં પસાર થતા હતા ત્યારે જીજે-૧૦-ડીએ ૪૭૪૮ નંબરની મોટરે તેઓને ટક્કર મારી દીધી હતી. માથામાં હેમરેજ ઉપરાંત ખભ્ભાની હાંસળી, છાતીમાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા ગાલીલભાઈને સારવારમાં ખસેડાયા છે. તેમના પત્ની શોભનાબેને મોટરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh