Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં મચ્છરોના અસહ્ય ઉપદ્રવ અંગે રજૂઆત

મ્યુનિ. કમિશનરને વિસ્તૃત આવેદનપત્ર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના નાગરિક સચીનભાઈ જોષીએ મ્યુનિ. કમિશનરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી સમગ્ર શહેરમાં મચ્છરોના ઉપદ્રવની સમસ્યા અંગે તાકિદે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી છે.

હાલ સમગ્ર જામનગર શહેર મચ્છરોના અજગરી ભરડામાં છે. શહેરનો એક પણ વિસ્તાર એવો નથી જ્યાં મચ્છરોનો ત્રાસ ન હોય. વહિવટિતંત્ર દ્વારા કરવામાં આવતા 'સ્વચ્છતા'ના દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગોથી લઈને છેવાડાના વિસ્તારોમાં ગંદકીના સામ્રાજ્ય અને ઉભરાતી ગટરોએ મચ્છરો માટે 'બ્રીડિંગ ગ્રાઉન્ડ' તૈયાર કરી દીધા છે.

છેલ્લા કેટલાક સમયથી મચ્છરોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. જેના મુખ્ય કારણોમાં ખુલ્લી ગટરો અને ઠેર ઠેર ભરાયેલા ગંદા પાણી, નિયમિત સફાઈનો અભાવ અને કચરાના ઢગલા અને લાંબા સમયથી ફોગિંગ (ધૂમાડો) મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવતો નથી.

જે વોર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ છે, ત્યાંના સેનિટરી ઈન્સ્પેકટર અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવતા નથી. મચ્છરોનો આ ઉપદ્રવ માત્ર હેરાનગતિ જ નહીં, પરંતુ તેનાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગો ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ છે.

આ તમામ બાબતોને ધ્યાને લઈ જામનગરમાં સત્વરે ફોગિંગ કરવામાં આવે, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા થાય અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે જેથી નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. તેવા પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh