Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીના સ્કૂટર તથા મોબાઈલને પણ કબજે લેવાયાઃ
જામનગર તા. ૧૯: જામજોધપુર શહેરમાં પંચવટી સોસાયટી સ્થિત મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ અને ૧૬પ લીટર દેશી દારૂ ઝબ્બે લીધો છે. આ જથ્થા સાથે ઝડપાયેલા શખ્સે દેશી દારૂ આપનાર શખ્સનું નામ આપ્યું છે. પોલીસે સ્કૂટર, મોબાઈલ, દેશી-વિદેશી દારૂ કબજે કર્યાે છે.
જામજોધપુર શહેરમાં આવેલી પંચવટી સોસાયટીમાં આવેલા એક મકાનમાં દેશી દારૂનો જથ્થો તેમજ ઈંગ્લીશ શરાબ હોવાની બાતમી પરથી ગઈકાલે બપોરે જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં આવેલા કાનાભાઈ ઉર્ફે વિનય ભારાભાઈ જોગાણી નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી.
આ મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ત્રણ બોટલ તથા ૧૬૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દેશી-વિદેશી દારૂ તેમજ જીજે-૧૦-ઈજી ૯૧૫૧ નંબરનું જ્યુપીટર સ્કૂટર તેમજ રૂ।.૨૦ હજારનો મોબાઈલ મળી કુલ રૂ।.૧,૧૧,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી લીધો છે.
આરોપીની પૂછપરછ કરાતા તેણે દેશી દારૂનો જથ્થો રાજકોટના ઉપલેટાના કોલકી ગામના નારૂભાઈ રાયદેભાઈ મસુરા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી છે. પોલીસે વિનયની ધરપકડ કરી નારૂભાઈની શોધખોળ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial