Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧ર૦૦ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટે મહાનગરપાલિકાની કામગીરીઃ
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે બચુનગરમાં ઓપરેશન ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પછી અન્ય એક દબાણ પણ દૂર કરવામાં આવનાર છે. જામનગરમાં બચુનગર વિસ્તારમાં પણ સમય પહેલા અનેક દબાણો દૂર કરવામાં આવતા હતાં. ત્યાં એક જમાતખાનાનું પણ ગેરકયાદે બાંધકામ કરાયું હોવાનું જે તે સમયે ધ્યાનમાં આવતું હતું, પરંતુ તે સમયે બાકી રહેલ પાડતોડ કામગીરી આજે સવારે હાથ ધરવામાં આવી હતી અને આશરે ૧ર,૦૦૦ ચોરસ ફૂટ જગ્યામાં ખડકાયેલ જમાત ખાનાનંુ બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે એક હીટાચી, બે જેસીબી, ત્રણ ટ્રેક્ટર સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે, અને એસ્ટેટ શાખાનો સ્ટાફ પાડતોડ કામગીરીમાં જોડાયો છે. આ સમયે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, એસ્ટેટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ વિભાગના અનવર ગજણ સહિતના દ્વારા આ કામગીરી ચાલી રહી છે. અહિં પાડતોડ કામગીરી પૂર્ણ થયા પછી અન્ય એક નવનાલા વિસ્તારનું દબાણ પણ દૂર કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial