Advertisement
Author: નોબત સમાચાર

બાળ હિન્દુસેના દ્વારા આબેહૂબ અયોધ્યાની ભગવાન શ્રીરામની ઝાંખી સાથેનો ફલોટસ

દક્ષ પરમારે ભગવાન શ્રીરામનો વેશ ધારણ કર્યો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરમાં પ્રતિ વર્ષ રામ સવારીમાં હિન્દુ સેનાની સાથે સાથે બાળ હિંદુ સેના પણ પોતાનો અલગથી ફલોટ લઈને આવે છે, અને પ્રતિવર્ષ નિત નવા આકર્ષણ ઊભા કરે છે, ત્યારે આ વખતે બાળ હિંદુ સેના દ્વારા અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિમા જેવી જ આબેહૂબ બાળ રામ સ્વરૂપની પ્રતિમા તૈયાર કરાઈ હતી. દક્ષ વિપુલભાઈ પરમાર નામનો બાળરામ ભક્ત, કે જેણે ભગવાન શ્રીરામનો વેશ ધારણ કર્યો હતો. જેના પિતા વિપુલભાઈ તથા તેના મિત્ર જયેશભાઈ વગેરે બે દિવસની જહેમત લીધા બાદ અયોધ્યા સ્થિત રામ ભગવાનના મૂળ સ્વરૂપને અનુલક્ષીને રથ તૈયાર કર્યો હતો, જેમાં દક્ષ પોતે  બપોરે ૧૨.૦૦ વાગ્યાથી વેશભૂષા ધારણ કરીને બેઠો હતો, અને રાત્રિના એક વાગ્યા સુધી એક પણ પળ નો વિરામ લીધા વિના શોભાયાત્રા ની સાથે જોડાઈને નગરમાં અનેરૂ રામમય વાતાવરણ ઊભું કર્યું હતું.

 જે બાળ રામ ભક્તના અનેક લોકોએ ફોટા અને સેલ્ફી લીધી હતી, તેમજ તેનો વિડીયો સમગ્ર દિવસ દરમિયાન શહેરમાં વાયરલ થયો હતો. હિન્દુ સેનાના ગુજરાત પ્રાંતના પ્રમુખ પ્રતિક ભટ્ટ વગેરેની રાહબરી માં શોભાયાત્રાના ફ્લોટ્સની સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh