Advertisement
Author: નોબત સમાચાર

જામનગર નજીકના હાપામાં મસાલા ફેક્ટરીમાં ભભૂકી આગ

સૂકા મરચા સળગતા આંખો બળવા માંડીઃ રૂ।.પચ્ચાસેક લાખનું નુકસાન થયાનો અંદાજઃ

                                                                                                                                                                                                      

જામનગર નજીકના હાપામાં ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી મધુસુદન મસાલા નામની ફેક્ટરીમાં ગઈકાલે અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. આ ફેક્ટરીના પટાંગણમાં સૂકા મરચાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. તેમાં કોઈ રીતે લાગેલી આગ જોતજોતામાં પ્રસરી ગઈ હતી. ધૂમાડાના ગોટેગોટા અને સૂકા મરચાના સળગવાના કારણે આંખમાં બળતરા થાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ધસી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીના ત્રણ ટેન્કર વડે મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ખાસ પ્રકારના ડ્રેસ પહેરીને કામગીરી કરવી પડી હતી. ફેક્ટરીના માલિક હીરેનભાઈ કોટેચાના જણાવ્યા મુજબ અંદાજે ૫૦ લાખનું નુકસાન થયંુ છે. સદ્નસીબે જાનહાની થઈ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh