Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામનવમીના પાવન પર્વ નિમિત્તે દિવ્ય આયોજનઃ
જામ નગર તા. ર૮: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલ તા. ર૬ ના રામનવમીના પાવન પર્વે સાંજે ૭ વાગ્યે શહેરના તળાવની પાળ ઉપર 'જળઆરતી'નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે પર્યાવરણ બચાવો, સ્વચ્છતા જાળવો અને જળ બચાવો-'જળ એ જ જીવન છે'ના સંદેશ સાથે નાગરિકોને જોડાવા ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અલૌકિક દર્શન માટે શ્રદ્ધાળુ જનતાને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, આ પર્યાવરણપ્રેમી પહેલમાં જામનગર સાઈક્લિંગ ક્લબ પણ સક્રિયપણે જોડાયું હતું અને ક્લબના સભ્યો સ્વચ્છતા અને જળ સંરક્ષણની ભાવના સાથે કાર્યક્રમમાં સહભાગી બન્યા હતાં અને શહેરજનોને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપી હતી.
'પાણી બચાવો, સ્વચ્છતામાં જોડાવો, લાખો દીવાથી જળઆરતી થાય શ્રી રામજીની, તેને શોભાવો' એ ઉદ્દેશ સાથે શહેરના તમામ નાગરિકોને આ ઐતિહાસિક અને આધ્યાત્મિક આયોજનમાં જોડાયા હતાં.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જળ આરતી દ્વારા જળ સ્ત્રોતોના સંરક્ષણ અને સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધે તેવો ઉદ્દેશ છે. સાઈક્લિંગ ક્લબની ભાગીદારીથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વધુ વ્યાપક બનશે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જામનગર શહેરના અનેક લોકો આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial