Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખરવા-મોવાસા રોગ સામે રક્ષણ માટે
જામનગર તા. ૨૩: જામનગર જિલ્લામાં પશુઓને ખરવા-મોવાસા રોગ સામે રક્ષણ આપવા રસીકરણના આઠમા રાઉન્ડનો પ્રારંભ તા. ૦૧/૦૩/૨૬ થી થશે અને ૧૫/૦૪/૨૬ દરમિયાન જિલ્લાના ૨.૬૮ લાખ ગાય-ભેંસ વર્ગના પશુઓનું કરાશે વિનામૂલ્યે રસીકરણ કરાશે. રસીકરણની સાથે પશુઓમાં ટેગિંગ અને ડિજિટલ એન્ટ્રી માટે આધાર વિગતો આપવા પશુપાલકોને અનુરોધ કરાયો છે.
રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં પશુપાલન ખાતા દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળતા અત્યંત ચેપી એવા ખરવા-મોવાસા રોગને નાથવા માટે રસીકરણના આઠમા રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલન શાખા, જામનગર મહાનગરપાલિકા અને દૂધ સંઘના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન આગામી તા. ૦૧-૦૩-૨૬ થી ૧૫-૦૪-૨૬ સુધી ચાલશે.
ખરવા-મોવાસા એ પશુઓમાં દૂધ ઉત્પાદન અને વજનમાં ઘટાડો કરતો અત્યંત નુકસાનકારક રોગ છે. પશુઓમાં તીવ્ર તાવ, મોં અને પગની ખરીઓ વચ્ચે ચાંદા પડવા તેમજ લાળ પડવી જેવા લક્ષણો જોવા મળે છે. આ ગંભીર રોગથી પશુધનને બચાવવા માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવે છે. આ રાઉન્ડ દરમિયાન જામનગર જિલ્લાના તમામ ગામોમાં જઈને અંદાજે ૨,૬૮,૦૦૦ પશુઓને રસીથી સુરક્ષિત કરવામાં આવશે.
રસીકરણની સાથે પશુપાલકોએ પોતાના બાકી રહેલા પશુઓના કાને 'યુનિક આઈડી' માટે ટેગિંગ કરાવવું ફરજિયાત રહેશે. રસીકરણની વિગતો એન.ડી.એલ.એમ. પોર્ટલ પર ઓનલાઈન નોંધવા માટે પશુપાલકોએ અધિકૃત કર્મચારીઓને આધાર કાર્ડ નંબર અને મોબાઈલ પર આવતા ઓટીપીની જાણકારી આપવાની રહેશે. જોકે, સાવચેતીના ભાગરૂપે પશુપાલકોને અન્ય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ફોન પર ઓટીપી ન આપવા પણ નાયબ પશુપાલન નિયામક દ્વારા અપીલ કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના પશુપાલકોને તેમના બહુમૂલ્ય પશુધનની સુરક્ષા માટે આ ઝુંબેશનો મહત્તમ લાભ લેવા અને વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા જણાવાયું છે. પશુઓમાં રોગચાળો અટકાવવા અને આર્થિક નુકસાનથી બચવા માટે સમયસરનું રસીકરણ એ જ સૌથી અસરકારક ઉપાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial