Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ર૦ ડીગ્રી

નભમાં વાદળોના જમાવડા વચ્ચે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩:    જામનગરમાં છેલ્લા બે દિવસમાં બે ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાનનો પારો ર૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા વધારા અને પવનની ગતિ ઘટી જતા ઠંડી ગાયબ થઈ ગઈ છે.

જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાના દોર વચ્ચે ગત્ બે દિવસમાં બે ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૦ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી. લઘુતમ તાપમાનમાં થયેલા વધારા અને પવનની ગતિ ઘટી જતા ઠંડી ગાયબ થઈ ગઈ છે. નગરમાં પલટાયેલા વાતાવરણના કારણે આજે સવારે નભમાં વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો.

નગરમાં સોમવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ ટકા ઘટીને પ૯ ટકા રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh