Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૨,૬૦,૫૦૦નો મુદ્દામાલ કબજે લેતી એલસીબીઃ
જામનગર તા. ૨૫: જામનગરના મોહનનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં બે સપ્તાહ પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. એલસીબીએ બે શખ્સને સોનાની ત્રણ વીટી, બે બંગડી, બે મોબાઈલ, રૂ।.૧૩ હજાર રોકડા સાથે દબોચી લઈ અટકાયત કરી છે. એક આરોપી સામે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ર૩ ગુન્હા નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા મોહનનગરમાં રહેતા વર્ષાબેન લુક્કા નામના મહિલાના થોડા દિવસ પહેલાં ચોરી થઈ હતી. તે મકાનમાંથી સોનાના દાગીના, રોકડ રકમ તથા મોબાઈલ મળી કુલ રૂ।.૧,૧૦,૦૦૦ની મત્તા ચોરાઈ ગઈ હતી. જેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ઉપરોક્ત ચોરીની તપાસ માટે એલસીબીનો સ્ટાફ પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી જુદી જુદી ટીમમાં વેચાઈને તપાસમાં જોતરાયો હતો. તે દરમિયાન સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, મયુરસિંહને બાતમી મળી હતી કે, આ ચોરીમાં સંડોવાયેલા બે શખ્સ ચાંદી બજાર વિસ્તારમાં આવ્યા છે.
તે બાતમીના આધારે ચાંદી બજારમાંથી એલસીબીએ મૂળ રાજકોટના વીંછીયા તાલુકાના મોટી લાખાવડ ગામના વતની પ્રદીપ કાળુભાઈ પઢારીયા ઉર્ફે પદીયા તથા મૂળ મોરબી જિલ્લાના અને હાલમાં રાજકોટમાં સોલવન્ટ કોઠારીયા પાસે રહેતા જગદીશ ગુણવંતભાઈ નિમાવત ઉર્ફે જગાની અટકાયત કરી હત. આ શખ્સોની તલાશી લેવાતા સોનાની ત્રણ વીટી, બે બંગડી, રૂ।.૧૩ હજાર રોકડા, બે મોબાઈલ મળી કુલ રૂ।.૨,૬૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે. આ શખ્સમાંથી પ્રદીપ પઢારીયા સામે રાજકોટ, ચોટીલા, જૂનાગઢ, સુરત પોલીસ સ્ટેશનમાં ર૩ ગુન્હા નોંધાયેલા છે અને જગા સામે રાજકોટમાં એક ગુન્હો નોંધાયેલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial