Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના અનેક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયોઃ પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે

અન્ય ધર્મના લોકોને મિલકત વેચાણ માટે મંજુરી જરૂરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના કેટલાક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે હવે આ વિસ્તારોમાં મકાન વેચાણ માટે તંત્રની મંજુરી લેવી પડશે. આ બાબતે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે.

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા જામનગરના અનેક વિસ્તારો માટે અશાંતધારો લાગુ કરવાનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સ્થાનિક વિસ્તારમાં ચોક્કસ ધર્મના લોકો વસવાટ કરે છે તેમની વચ્ચે અન્ય ધર્મના લોકો વસવાટ કરતા હોવાની સરકાર સમક્ષ રજૂઆત પછી સરકારે આ નોટિફિકેશન જાહેર કર્યું છે. જામનગરમાં જે ચોક્કસ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો છે તેમાં રાજગોર ફળી, ગણેશ ફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી, શત્રુખાના, ડેલી ફળી, વજુ કંદોઈની ડેલી, બારોટ ફળી, ટાંક ફળી, હવેલી શેરી, ધોરમ ફળી, સોની ફળી, મોઢ ફળી, દેહરા ફળી, વંડા ફળી, સરા કુવા, સોઢાનો ડેલો, પૂનાતર ફળી, ધોબીનો ડેલો, વારીયાનો ડેલો, ભોયવાડો, કુંભારવાડો, ખવાસવાડો, કોલીવાડ, આણદાબાવાનો ચકલો, નાગર ચકલો, પંચવટી ગૌશાળા વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.

અશાંતધારો શું છે ?

અશાંતધારો લાગુ પડવાથી જે તે વિસ્તારોમાં મિલકતનું વેચાણ કરવું હોય તો પહેલા મિલકત કોને વેચાણ આપી છે તેની વિગત કલેકટર તંત્રને આપવી પડે છે. અને જે બાબતે તંત્રની મંજુરી મળ્યા પછી જ મિલકતનું વેચાણ થઈ શકે છે. જરૂર પડયે સ્થાનિક પડોશી મિલકત ધારક વાંધો ઉઠાવી શકે છે. મિલકત વેચનાર -ખરીદ કરનારે જિલ્લા કલેકટર કચેરીમાં પ્રાંત અધિકારી (શહેર) ને અરજી કરવાની રહેશે. આ પછી જે તે પોલીસ સ્ટેશનને મોકલાશે અને પોલીસ તેની તપાસ કરશે, જેમાં પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવશે અને જો કોઈ વાંધો લેવામાં આવ્યો ન હોય તો મિલકત વેચાણ થઈ શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh