Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટમાં પમ્પ ફીટીંગ માટે
જામનગર તા. ૫: જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૫-૮-૨૦૨૫ અને મંગળવારના જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટ માં પમ્પ ફીટ કરવાનુ કામ, એમ.ઈ.એસ.ના કમ્પાઉન્ડ ની અંદર અને બેડી બંદર રીંગ ઉપરથી પસાર થતી રાઈઝીંગમેન પાઈપ લાઈન ઉપર એર વાલ્વ ફીટીંગનું કામ કરવાનુ હોવાથી જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટને સંલગ્ન રવિપાર્ક અને ગોકુલનગર ઈ.એસ.આર. માંથી આજે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે.
જામનગર શહેરમાં રવિપાર્ક ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો સિદ્ધાર્થનગર, જોગણીનગર, દેવપાર્ક, મયુરનગર, વામ્બે આવાસ, ઈન્દીરાકોલોની, બહેરા મુંગા સ્કૂલવાળો વિસ્તાર, ભીલવાસ, રાવલવાસ, પરમાર પાડો, ગાયત્રીનગર, કોમલનગર, રાજીવનગર, હિરાપાર્ક, યોગેશ્વરધામ, સાંઈરામ એ, બી.સી, સ્વામિનારાયણ ધામ, વાયુનયર, મુરલીધરનગર, સેનાનગર, આકાશનગર, બળદેવનગર, કનૈયાપાર્ક, રવિપાર્ક ટાઉનશીપ, જય શ્રી દ્વારકાધીશ-૧ વિગેરે તેમજ ગોકુલનગર ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો શિવનગર-૨, શ્યામનગર, ખાખીનગર, નારાયણનગર, શ્રૃતિપાર્ક, મુરલીધરનગર ૧ થી ૭, નવાનગર, કૈલાશનગર, સયોના શેરી ની ડાબી બાજુ, રાજરાજેશ્વરી, બાલમુકુંદ સોસાયટી, સીતારામ સોસાયટી, સોહમનગર, વિજયનગર, સુભાષનગર, મોહનગરનગર, સિધ્ધાર્થનગર, મયુર એવન્યુ, સ્વામિનારાયણ ટાઉનશીપ, પ્રમુખપાર્ક વિગેરે વિસ્તારોમાં પાણી બંધ રહેશે.
પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, તેમ જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial