Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૩: સલાયાના સફી ઢોળા પાસે માછીમારીમાંથી પરત આવેલી બોટમાંથી એસઓજીએ આધાર વગરનું ૧૨૦૦ લીટર ડીઝલ કબજે કર્યું છે. આ બોટના ટંડેલે એક શખ્સના કહેવાથી તે ડીઝલ પાંચ બેરલમાં ભરી કાંઠે લાવ્યો હોવાનું કબૂલ્યું છે. કુલ ત્રણ શખ્સ સામે ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
ખંભાળિયા તાલુકાના સલાયામાં સફી ઢોળા વિસ્તારમાં ગઈકાલે દેવભૂમિ દ્વારકા એસઓજી ટીમ દ્વારા ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તાજેતરમાં જ માછીમારી માંથી પરત આવેલી અલ-અબ્બાસી નામની બોટમાં ડીઝલનો ગેરકાયદે જથ્થો લાવવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી.
આઈએનડી જીજે-૩૭-એમઓ ૧૨૩૮ નંબરની આ બોટના ખલાસી બિલાલ ઓસમાણ ભાયાની અટકાયત કરી પૂછપરછ કરાતા તેની પાસેથી લાયસન્સ-આધાર વગરનો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીએ રૂ.૧ લાખ ૮ હજારની કિંમતનો ૧૨૦૦ લીટર ડીઝલનો જથ્થો ઝબ્બે લીધો છે. આ જથ્થો આમદ સલેમાન હુંદડા નામના શખ્સે મંગાવતા પાંચ બેરલમાં તે જથ્થો લાવવામાં આવ્યો હોવાની અને તેના નાણા આમદ હુંદડાના કહેવાથી બાર્જના ઓપરેટરે યુપીઆઈથી બિલાલ ઓસમાણ ભાયાને આપ્યાની વિગતો ખૂલી છે.
ત્રણેય શખ્સ સામે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે. બિલાલ ભાયા તથા આમદ હુંદડાની અટકાયત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial