Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૮: વાહનચાલકોને તેમના વાહનને લગતા ચલણ વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા દ્વારા ક્યારે ય મોકલવામાં આવતા નથી, તેની વોટ્સએપના માધ્યમથી નકલી ઈ-ચલણ કે એપીકે ફાઈલ ન ખોલવા જામનગર આરટીઓ તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
જામનગર જિલ્લા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીએ નાગરિકોને વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા દ્વારા મળતા આરટીઓ ઈ-ચલણ અથવા અજાણી એપીકે ફાઈલો ખોલવા સામે સાવચેત રહેવા અપીલ કરી છે. આર.ટી.ઓ. શ્રી ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાહનચાલકોને તેમના વાહનને લગતા ચલણ સોશિયલ મીડિયા જેમ કે વોટ્સએપ દ્વારા ક્યારેય મોકલવામાં આવતા નથી. જો તમને આવા કોઈ મેસજ મળે, તો તે સંપૂર્ણપણે ફેક છે અને તેનો આર.ટી.ઓ. સાથે કોઈ સંબંધ હોતો નથી.
આવી નકલી સાઈટ-લિંક ખોલવાથી ભારે આર્થિક નુક્સાન થઈ શકે છે, કારણ કે તેને ખોલતાની સાથે જ તમારા બેંક ખાતામાંથી બધા જ રૂપિયા ઉપડી જવાની શક્યતા રહે છે. તેથી સોશિયલ મીડિયાના માધ્યમથી આવતી કોઈપણ આર.ટી.ઓ. કે ઈ-ચેલનને લગતી એપીકે કે અનનોવ્ન ફાઈલ ક્યારેય ખોલવી નહીં. આર.ટી.ઓ. કચેરી દ્વારા આવા કોઈપણ પ્રકારના ચલણ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલવામાં આવતા નથી. જામનગર જિલ્લા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા નાગરિકોને આવા સાયબર ફ્રોડથી બચવા માટે જાગૃત અને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial