Advertisement
Author: નોબત સમાચાર

પત્નીની રાવ સાળાને કરતા પતિ સાથે ઝઘડા પછી મહિલાએ ખાઈ લીધો ગળાટૂંપો

દવા સમયસર ન લેતાં હોવાનું કહેતા થયો ઝઘડોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: ઓખામાં રહેતા એક પરિણીતા ખેંચ આવી જવાની બીમારીની સારવાર લેતા હતા પરંતુ સમયસર દવા લેતા ન હોવાથી પતિએ સાળાને વાત કરી હતી. તે પછી પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલીના અંતે આ મહિલાએ ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે પતિનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

ઓખામાં આવેલા ગાંધવી રોડ પર વસવાટ કરતા કપિલભાઈ રાઘવજીભાઈ પાંજરીવાલા નામના ખારવા યુવાનના પત્ની હર્ષિદાબેન (ઉ.વ.૩ર)ને અવારનવાર ખેંચ આવી જવાની બીમારી લાગુ પડી હતી. જેની તેઓ સારવાર મેળવી રહ્યા હતા.

સારવારના ભાગરૂપે આ મહિલાને આપવામાં આવેલી દવા તેઓ સમયસર લેતા ન હોવાથી કપિલભાઈએ તે વાત પોતાના સાળાને કરી હતી જેની હર્ષિદાબેનને જાણ થતાં તેઓએ ગઈકાલે પતિ સાથે વાત કરી તમે મારા પરિવારને કેમ કહો છો તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ બાબતનું માઠું લાગી આવતા ગઈકાલે સવારે દસેક વાગ્યે હર્ષિદાબેને મકાનમાં આવેલા રસોડામાં જઈ તેના પંખાના હુંકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ પરિણીતાનંુ મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પતિ કપિલભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh