Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અ.ભા.વિ.પ. દ્વારા મહિલા વિકાસ દિને
જામનગર તા. ૧૬: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા મહિલા દિવસ તથા રાણી અબક્કાની પ૦૦ મી જન્મ જયંતી નિમિત્તે જિલ્લા છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થિનીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં એબીવીપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુરભીબેન દવે તથા પ્રદેશ મહામંત્રી હેતવીબેન વ્યાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે વિદ્યાર્થિનીઓને બોધતા સમાજ જીવનમાં મહિલાઓની ભૂમિકા, નેતૃત્વ અને શિક્ષણના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં નેતૃત્વ ક્ષમતા, સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રભાવના વધારવાનો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial