Advertisement
Author: નોબત સમાચાર

જીઆઈડીસી ફેસ-૩માં કારખાનામાંથી ઝડપાયો જુગાર રૂ.૩૪ લાખના મુદ્દામાલ સાથે સાત ઝડપાયાઃ એક ફરાર

લાલપુરના આરીખાણા તથા મોડપર ગામ સહિત ચાર સ્થળેથી ઝડપાયો જુગારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગર નજીકના નાઘેડીમાં તેમજ ઉપરાંત લાલપુરના આરીખાણા અને મોડપરમાં પોલીસે જુગારના દરોડા પાડ્યા હતા. જયારે દરેડ જીઆઈડીસીમાં એલસીબીએ પાડેલા દરોડામાં સાત પત્તાપ્રેમી ઝડપાઈ ગયા હતા અને એક નાસી ગયો હતો.

જામનગર તાલુકાના નાઘેડીમાં નવાપરા વિસ્તારમાં ગઈકાલે બપોરે ગંજીપાના વડે જુગાર રમતા ગોગનભાઈ સામતભાઈ દાવડા, પરબતભાઈ જગાભાઈ વરૂ, મયુરભાઈ ગોગનભાઈ ચાવડા, જગાભાઈ સીદાભાઈ વરૂ, રણમલભાઈ રામભાઈ નામના પાંચ શખ્સ જુગાર રમતા હતા ત્યારે પોલીસે દરોડો પાડી આ શખ્સોને દબોચી લીધા હતા. પટમાંથી રૂ.૩૦૬૦૦ રોકડા, પાંચ મોબાઈલ, એક સ્કૂટર મળી કુલ રૂ.૧૧૫૬૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામમાં વણકરવાસમાં ગઈકાલે બપોરે જુગાર રમતા બાવનજીભાઈ હીરાભાઈ વાઘ, હમીરભાઈ કાનાભાઈ કરંગીયા, મુળૂભાઈ લખમણભાઈ ખવા, બાબુભાઈ ખાખાભાઈ વાઘ, રાજશીભાઈ ખીમાભાઈ ડાંગર, પ્રવીણ દેવશીભાઈ વાઘ નામના છ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ.૩૧૯૦૦ કબજે લીધા છે.

લાલપુર તાલુકાના આરીખાણા ગામમાં ગઈરાત્રે તીનપત્તી રમતા હેમતભાઈ કારાભાઈ નંદાણીયા, હરેશ ધીરૂભાઈ ગોહિલ, ભરત કરશનભાઈ વસરા, મારખીભાઈ રણમલભાઈ વસરા, સંદીપ ભીમાભાઈ વસરા, વરવાભાઈ ડોસાભાઈ વસરા, ખીમાભાઈ પુંજાભાઈ ડેથરીયા નામના સાત શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૨૧૬૬૦ રોકડા કબજે કર્યા છે.

લાલપુર તાલુકાના મોડપર ગામની સીમમાં ગઈરાત્રે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે પાડેલા દરોડામાં ભાવેશ જીવાભાઈ નંદાણીયા, દેવશીભાઈ હમીરભાઈ ગાંગીયા, દેસુરભાઈ કેશાભાઈ પીંડારીયા, કરમશી વેજાભાઈ ઘોડા, શૈલેષ લખમણભાઈ આહિર, રોહિત હિમતભાઈ કાના જાડેજા નામના છ શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૪૦૨૦૦ રોકડા, એક બાઈક, એક મોટર, છ મોબાઈલ મળી કુલ રૂ.૨૦૦૨૦૦નો મુદ્દામાલ કબજે લીધો છે.

જામનગર તાલુકાના દરેડ નજીકના જીઆઈડીસી ફેસ-૩માં મનાલી બ્રાસપાર્ટના કારખાનામાં ગઈકાલે રાત્રે જુગાર રમતા ધીરજ રૂડાભાઈ સંઘાણી, ભાવેશ જમનભાઈ ડોંગા, વિનુભાઈ બાબુભાઈ દુગાધરા, જયેશભાઈ કિશોરભાઈ ત્રિવેદી, ભગાભાઈ રાણાભાઈ રબારી, નારદભાઈ કેશવભાઈ પટેલ, ધીરેનભાઈ અમૃતલાલ નામના સાત શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસને જોઈને નિકુંજ પટેલ નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે પટમાંથી રૂ.૨૭૬૫૦૦ રોકડા, સાત મોબાઈલ, બે મોટર મળી કુલ રૂ.૩૪૪૧૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh