Advertisement
Author: નોબત સમાચાર

ટેરિફ વોરને કારણે બજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્....!!!

તા. ૨૯-૮-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

૨૭ ઓગસ્ટના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર વધારાનો ૨૫% ટેરિફ લાદવામાં આવતા તેની સીધી અસર સેન્સેક્સ-નિફ્ટી પર જોવા મળતા સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો, જો કે આજે સપ્તાહના અંતે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશિયા પાસેથી ઓઈલ ખરીદતું હોવાના બહાને વધારાના ૨૫% ટેરિફને લાગુ કરવાનો અધ્યાદેશ જારી કરી દેતાં ભારતીય નિકાસકારો માટે પડકારજનક દિવસો આવી રહ્યાના નેગેટીવ પરિબળ સામે ભારત સરકારે પણ કોઈપણ પડકારોનો મજબૂતીથી સામનો કરવાનો નિર્ધાર કર્યો હોઈ અને ઉદ્યોગોને રાહત માટે જીએસટી સ્લેબમાં સરળીકરણ સાથે જીએસટી દરોમાં ઘટાડાનો માર્ગ અપનાવ્યા સાથે વધુ પગલાંની તૈયારીએ આજે ભારતીય શેરબજારની શરૂઆતમાં નજીવો ઉછાળો નોંધાયો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૫%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૩૨% અને નેસ્ડેક ૦.૫૩% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૧% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૬૬ અને વધનારની સંખ્યા ૧૬૩૫ રહી હતી, ૧૭૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ઓટો, રિયલ્ટી, યુટિલિટી, આઈટી, ફોકસ્ડ આઈટી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૨,૧૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૨,૨૨૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૨,૦૯૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૦૨,૧૪૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૬,૮૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૭,૦૬૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૬,૮૭૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૧૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૧૬,૯૫૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

એચડીએફસી બેન્ક (૯૬૦) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૭૪ થી રૂ.૯૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૯૯૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ટાટા કેમિકલ (૯૨૪) : એ/ટી +૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૮૯૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૮૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

અદાણી એનર્જી (૭૭૨) : રૂ.૭૪૭ નો પ્રથમ તેમજ રૂ. ૭૩૦ બીજા સપોર્ટથી પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ટાટા ટેકનોલોજી (૬૬૬) : આઈટી ઇનેબલ્ડ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૬૭૮ થી રૂ.૬૯૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ. ૬૫૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકાના ૫૦% ટેરિફ સામે દેશના નિકાસકારોને રાહત પૂરી પાડવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આવનારા દિવસોમાં કરન્સી બજારમાં દરમિયાનગીરી કરવાનું ટાળશે અને ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેશે તેવી બજારના વર્તુળો ધારણાં રાખી રહ્યા છે. હાલમાં ક્રુડ તેલના ભાવ નીચા છે ત્યારે રૂપિયાને નબળો પડવા દેવાનું રિઝર્વ બેન્ક જોખમ લેશે તેવી શકયતા નકારાતી નથી. રૂપિયામાં નબળાઈની સ્થિતિમાં નિકાસકારોને ડોલર સામે વધુ રૂપિયા પ્રાપ્ત થાય છે. ભારતની સરખામણીએ તેના એશિયામાંના હરિફ દેશોના માલસામાન પર અમેરિકાએ ૨૦થી ૪૦% વચ્ચે ટેરિફ જાહેર કરી છે. સ્પર્ધામાં ટકી રહેવા ટેરિફના આ તફાવતમાંથી માર્ગ કાઢ વાનું ભારત માટે જરૂરી બની રહે છે.

આ માર્ગોમાં સબસીડી, ધિરાણ દરમાં ઘટાડો તથા રૂપિયાનું એડજસ્ટમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ડોલર સામે રૂપિયાને તૂટતો અટકાવવા રિઝર્વ બેન્ક દરમિયાનગીરી કરતી રહે છે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિને જોતા રિઝર્વ બેન્ક દરમિયાનગીરી કરવાનું ટાળી ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેશે તો નવાઈ નહીં ગણાય. હાલમાં ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલરની નીચે છે અને ખાધ્ય પદાર્થોની કિંમતી પણ નિયંત્રણ હેઠળ હોવાથી રૂપિયામાં ઘસારાથી આયાતી ફુગાવાનું જોખમ ઘણું જ મર્યાદિત રહેશે. અમેરિકા દ્વારા લાગુ થયેલ એકંદર ૫૦% ટેરિફની સ્થાનિક સ્તરે આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર જણાશે તો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નીતિવિષયક પગલાં દ્વા રા તેને પ્રતિસાદ આપશે.



Advertisement
Advertisement
close
Ank Bandh