Advertisement
Author: નોબત સમાચાર

બાલાચડી સૈનિક સ્કૂલના અનઘડ વહીવટના આક્ષેપ સાથે વાલીઓનું આંદોલનઃ ધરણાં યોજાયા

ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા સમક્ષ રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના જોડિયા નજીકની બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલતા અણઘડ વહીવટ અંગે વાલીઓ આંદોલન ચલાવી રહ્યા છે. વાલીઓએ સ્કૂલની નજીક છાવણી નાખી ધરણા-દેખાવ કર્યા હતાં, અને રાજ્યના શિક્ષણ મંત્રીની પણ મુલાકાત કરી પોતાના પ્રશ્નનો ઉકેલ લાવવા માગણી કરી હતી.

બાલાચડી સૈનિક સ્કૂલ ૧૯૬૧ થી કાર્યરત છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સ્કૂલનો વહીવટ ખાડે ગયો છે. શાળામાં જુનિયર વિદ્યાર્થીઓ ઉપર સિનિયર વિદ્યાર્થી દ્વારા રેગીંગ કરવામાં આવે છે. ભોજનમાં પણ વેઠ ઉતારવામાં આવે છે. એનડીએ માટે બાળકો તૈયાર કરવામાં શાળા નિષ્ફળ ગઈ છે.

અનેક શિક્ષકો કાયમી નથી આથી તેની અસર વિદ્યાર્થીના અભ્યાસ ઉપર પડી રહી છે. શિક્ષકો નિયમિત રીતે વર્ગમાં આવતા નથી. મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. વાર્ષિક આયોજન મુજબ અનેક બાળકો માત્ર કાગળ પર જ ચાલે છે.

શાળાનું તંત્ર વાલીઓને મળતા નથી, વાતચીત કરતા નથી, માત્ર મેઈલ કરવાનું કહે છે. શાળાના આચાર્ય કોઈ વાલીને મળતા જ નથી. અનેક વાલીઓએ ક્યારેય આચાર્યને જોયા પણ નથી. વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. રેગીંગ પણ થાય છે. ભોજનની ગુણવત્તા સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. કેન્ટીનમાં કોલ્ડ્રીંક્સ, આઈસ્ક્રીમ, મેગી જેવી વસ્તુનું વેંચાણ થઈ રહ્યું છે. હકીકતે જંક ફૂડ વેંચાણ બંધ કરાવવું જોઈએ.

અહિં પાંચ વર્ષથી મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે. માત્ર નર્સિંગ સ્ટાફથી કામ ચલાવાય છે. છેલ્લા પાંચ વર્ષથી સ્વિમીંગ પુલ બંધ છે. આ વર્ષ સ્વિમીંગ પુલ શરૂ કરાયો છે, પરંતુ હજુ સુધી બાળકોને ત્યાં લઈ જવાયા નથી. રમત માટે કોઈ પ્રશિક્ષક નથી. શાળાકીય રમોત્સવ, ખેલ મહાકુંભમાં ક્યારેય આ શાળાના બાળકોને ભાગ લેવા દેવામાં આવતો નથી. અહિં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે.

બાળકોને તેના વાલી એક વર્ષમાં માત્ર બે વખત જ મળી શકે છે. ઘોડેશ્વારીની તાલીમ આપવામાં આવતી નથી. માત્ર ઘોડા ઉપર ચક્કર મરાવી દેવાય છે. આ તમામ મુદ્દે વાલીઓ દ્વારા શાળાના આચાર્યની મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આચાર્યએ સમય નહીં ફાળવતા પ્રથમ કલેક્ટરને આવેદન પાઠવાયું હતું, ત્યારપછી શાળાના મુખ્ય દરવાજા પાસે ધરણા કર્યા હતાં અને ગઈકાલે વાલીઓ રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને રૂબરૂ મળ્યા હતાં અને રજૂઆતો કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh