Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિથુન સહિત બે રાશિના જાતકોને પ્રગતિકારક સંજોગો સર્જાય, અગત્યના નિર્ણયો લઈ શકાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના હાથ ધરેલા કાર્યો અંગે સંજોગોનો સાથ મળતો જણાય. સ્વાસ્થ્ય બાબતે આપે સાચવવું પડે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૨
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના વ્યાવસાયિક કાર્યો અંગે વધુ ધ્યાન અને અન્યનો સાથ જરૂરી માનજો. લાભની તક મળી શકે છે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
પ્રગતિકારક સંજોગો સર્જાય, અગત્યના નિર્ણયો લઈ શકો. સ્વજનો-સ્નેહીજનોનો સહકાર મળી રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૬
Cancer (કર્ક: ડ-હ)
વ્યાવસાયિક અને આધ્યાત્મિક બનીને કાર્ય ફળ પ્રાપ્ત થતું જણાય. ખર્ચ ઉપર અંકુશ રાખવો જરૂરી બની શકે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૯-૪
Leo (સિંહ: મ-ટ)
આપને ઉતાવળે આંબા પાકે નહીં તે સમજીને વીચારીને ડગ ભરશો તો સફળતા આવી મળશે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના ધાર્યા કામ અંંગે અવરોધ હશે તો તેને પાર કરી શકશો. ગૃહસ્થજીવનમાં સંવાદિતા રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૯
Libra (તુલા: ર-ત)
આપના મહત્ત્વના કાર્યો ફળદાયી જણાય. ધાર્યા કાર્ય સફળ થાય. પ્રગતિકારક તક આપને પ્રાપ્ત થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
માનસિક ચિંતા-બેચેનીમાંથી બહાર આવી શકશો. ખર્ચ-વ્યય અટકાવજો. સામાજિક કાર્ય થઈ શકે છે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના ગૃહસ્થ જીવનમાં સંવાદિતા સર્જાય. કાર્ય સફળતા માટે તબિયત આપે સાચવવી જરૂરી જણાય.
શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
આપના નોકરી-ધંધા કે અન્ય કોઈ કામ અંંંગે ટેન્શન હશે તો દૂર થાય. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
અંગત સમસ્યાઓનો હલ મળતો જણાય. આશા અમર સમજવી. ખર્ચ-ખરીદીના પ્રસંગો બની શકે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
ધીરજના ફળ મીઠા સમજતા કાર્ય લાભ વિલંબથી મળતો જણાય. સ્વજનો-સ્નેહીથી મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૬