Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરકારની ડેકીમાંથી રોકડ રકમ ભરેલી બેગ લઈ લૂંટારા ફરાર
અમદાવાદ તા. ૧૩: અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વંદે માતરમ્ પાર્ટી પ્લોટ પાસે આજે બપોરે એક સનસનાટીભરી લૂંટનો બનાવ બન્યો છે. સ્ટીલ-લોખંડના બ્રોકર પાસેથી અજાણ્યા શખ્સો રૂ. ૧૮ લાખ રોકડા લૂંટીને ફરાર થઈ ગયા હતાં. ધોળે-દહાડે બનેલી આ ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પાસે બની હતી. ફરિયાદી સ્ટીલ-લોખંડની દલાલીનો ધંધો કરે છે. તેઓ સીજી રોડ પરથી પોતાના ધંધાના નાણાની ઉઘરાણી કરીને પરત ફરી રહ્યાં હતાં. તેમણે આ રોકડ રકમ પોતાની કારની ડેકીમાં મૂકી હતી. જ્યારે તેઓ વંદે માતરમ્ વિસ્તારમંં પહોંચ્યા ત્યારે એક બાઈક સવારે તેમની કારને આંતરી હતી અને તેમની સાથે તકરાર શરૂ કરી હતી. આ ઝઘડા દરમિયાન બાઈક સવારે કથિત રીતે કારની ચાવી ઝૂંટવી લીધી અને તેને રસ્તા પર આગળ ફેંકી દીધી. ફરિયાદી ચાવી લેવા માટે જેવા કારમાંથી બહાર નીકળ્યા. તે જ સમયે બીજી મોટરસાયકલ પર બે વધુ સાગરીતો ત્યાં પહોંચી ગયા હતાં. આ શખ્સોએ કારની ડેકીની અંદર રાખેલી રોકડ ભરેલી બેગ લઈને પળભરમાં ફરાર થઈ ગયા. વેપારીઓએ તાત્કાલિક શહેર કોટડા પોલીસ સ્ટેશને દોડી જઈ સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial