Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર શખ્સે ઢીકાપાટુ-છરીથી ઈજા પહોંચાડીઃ
જામનગર તા. ૨૨: જામનગરના એક યુવાને યુવતીના સોશિયલ મીડિયા પર મુકવામાં આવેલા રીલ પર કોમેન્ટ કર્યા પછી તેનો ખાર રાખી શુક્રવારે રાત્રે ચાર શખ્સે આ યુવાન તથા તેના મિત્રને માર માર્યાે હતો.
જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૬/૫માં રહેતા જીલભાઈ ભરતભાઈ બારાઈ ગુરૂવારે રાત્રે પટેલકોલોનીમાં પી એન્ડ ટી કોલોની પાસેથી જતા હતા ત્યારે તેઓનું બાઈક યુવરાજસિંહ પરમાર, શક્તિસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, ઋતુરાજસિંહ સોલંકીએ રોકાવ્યું હતું.
થોડા દિવસ પહેલાં શક્તિસિંહના બહેને ઈન્સ્ટાગ્રામમાં મૂકેલી રીલ પર જીલભાઈએ કોમેન્ટ કરી હતી તેનો ખાર રાખી આ યુવાનને રોકાવ્યા પછી યુવરાજસિંહ સહિતના ચારેય શખ્સે ગાળો ભાંડી હતી અને યુવરાજસિંહે જીલભાઈના મિત્રને ફડાકો ઝીંક્યો હતો તેને છોડાવવા જતા ચારેય શખ્સ તૂટી પડ્યા હતા અને ઋતુરાજસિંહે છરી કાઢી પડખામાં હુલાવી દીધી હતી. ઢીકાપાટુનો માર મારી ચારેય શખ્સ નાસી ગયા હતા. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial