Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્ષમતા હોવા છતાં બેન્કોમાંથી લોન લઈને નાદારી જાહેર કરતા લોકોની સંખ્યામાં ચિંતાજનક વધારો
નવી દિલ્હી તા. ૨૩: આપણાં દેશમાં ૧૬૨૯ વિલફુલ ડિફોલ્ટર્સ ૧.૬૨ કરોડ ચુકવતા નથી. જેઓએ બેંકોમાંથી લોન લીધી છે. કમાણી કરી અને પછી બેંકોને બુચ મારી દીધુ છે. સરકારે સંસદમાં આ વિગતો જાહેર કરી છે. પૈસા છે છતાં આ લોકો કંપનીઓ બેંકોનું લેણુ ચુકવતા નથી.
કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે બેંકો પાસેથી લોન લીધેલા અને પરત ન કરનારા કોર્પોરેટ દેવાદારોની સંખ્યા ૧૬૦૦ ને વટાવી ગઈ છે અને તેઓ ૧.૬૨ લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ રોકી રહૃાા છે.
કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો. આંકડા ટાંકીને તેમણે કહૃાું કે ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં, પીએસયુ બેંકોએ ૧૬૨૯ કોર્પોરેટ દેવાદારોને ડિફોલ્ટર તરીકે ઓળખ્યા છે જેઓ જાણી જોઈને લોન ચૂકવી રહૃાા નથી. આ વિલફુલ ડિફોલ્ટર્સ પર કુલ રૂૂ. ૧,૬૨,૯૬૧ કરોડનું મોટું દેવું છે. આ ડેટા બેંકો દ્વારા સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઇન્ફોર્મેશન ઓન લાર્જ લોનને સુપરત કરાયેલા અહેવાલોના આધારે સંકલિત કરવામાં આવ્યો છે, જેમાં વિદેશી ઉધાર લેનારાઓનો સમાવેશ થતો નથી.
વિલફુલ ડિફોલ્ટર્સની આ સંખ્યા અને તેમના દ્વારા લેવામાં આવેલી લોનની રકમ ભારતીય બેંકિંગ ક્ષેત્ર દ્વારા સામનો કરવામાં આવતા નાણાકીય પડકારોને પ્રતિબિંબિત કરે છે. જેમની પાસે લોન ચૂકવવા માટે પૂરતી રકમ છે પરંતુ તેઓ જાણી જોઈને લોન ચૂકવવાનો ઇનકાર કરે છે. તેવા ડિફોલ્ટરો અને તેમના પરના દેવાનો સરકારે ડેટા રજૂ કર્યો છે, સાથે જ આવા દેવાદારો સામે લેવામાં આવી રહેલા પગલાં પર પણ ભાર મૂકયો છે. તેમની સામે લેવામાં આવનારી કાર્યવાહી વિશે માહિતી આપતાં જણાવવામાં આવ્યું હતું કે વિલફુલ ડિફોલ્ટર્સને વધારાની લોન સુવિધાઓનો ઇનકાર કરવામાં આવે છે અને તેમને ૫ વર્ષ માટે નવો વ્યવસાય શરૂ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે.
આ ઉપરાંત, ભવિષ્યમાં આવા ડિફોલ્ટ્સને રોકવા માટે, આ કોર્પોરેટ ડિફોલ્ટરો સાથે સંકળાયેલી કંપનીઓને ઇક્વિટી માર્કેટમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે ભંડોળ એકત્ર કરવાની તેમની ક્ષમતા ઘટી ગઈ છે અથવા મર્યાદિત થઈ ગઈ છે. પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે મોટા કિસ્સાઓમાં, બેંકો એવા લોકો સામે ફોજદારી કાર્યવાહી પણ શરૂૂ કરી શકે છે જેઓ જાણી જોઈને લોન ચૂકવતા નથી અને તેઓ આમ કરવા માટે સ્વતંત્ર છે.
તેમણે કહૃાું કે એકંદરે, સરકાર ઇરાદાપૂર્વકના ડિફોલ્ટ્સને રોકવા માટે પ્રયાસો વધુ તીવ્ર બનાવી રહી છે, જે બેંકિંગ ક્ષેત્રની સ્થિરતા અને નાણાકીય સ્વાસ્થ્ય પર મોટી અસર કરે છે.
દેશ છોડીને ભાગી ગયેલા દેવાદારો પર કાર્યવાહી પણ ઝડપી બનાવાઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય માર્ગદર્શિકા હેઠળ સ્થાનિક સ્તરે વિલફુલ ડિફોલ્ટર્સ પર કાર્યવાહી કરવા ઉપરાંત, સરકાર દેશ છોડીને ભાગી ગયેલા મોટા ડિફોલ્ટર્સ સાથે પણ વ્યવહાર કરી રહી છે.
નાણા રાજ્યમંત્રીના જણાવ્યા અનુસાર, ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ હેઠળ આવા ૯ લોકોને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યા છે અને મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (પીએમએલએ) હેઠળ તેમની ૧૫,૨૯૮ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય સીમાઓની બહાર ગુનેગારો પર કડક કાર્યવાહી કરવાના સરકારના દૃઢ નિર્ધારને પ્રતિબિંબિત કરે છે. તેવો દાવો પણ પંકજ ચૌધરીએ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial