Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટોક ઓફ ધ નેશન
નવી દિલ્હી તા. ૭: એન.ડી.એ.ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી તરીકે રેકોર્ડબ્રેક સેવાઓ આપનાર અમિત શાહને ધન્યવાદ આપવાની સાથે સાથે તેમના ખૂબ વખાણ કર્યા અને 'હજુ ઘણું આગળ જવાનું છે' તેમ કહ્યું તેના ઘણાં અર્થઘટનો થઈ રહ્યા છે. કોઈ કહે છે કે ભાજપમાં મોદી પછી વડાપ્રધાનનો દાવેદાર બને તેવો નેતા કોણ? તેનો જવાબ મળી ગયો, તો કોઈ એવું પણ કહે છે એ તો માત્ર પ્રાસંગિક પ્રશંસા જ હશે. કોઈ એવું અનુમાન લગાવે છે કે આ પ્રશંસા એનડીએના સાથીદાર પક્ષોને ઉદ્દેશીને કરવામાં આવી હશે, તો કોઈ એવું પણ કલ્પે છે કે આગામી ૧૭ સપ્ટેમ્બરે કાંઈક નવાજુની થશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭પ વર્ષના થશે!
આ મુદ્દો આજે 'ટોક ઓફ ધ નેશન' બન્યો છે. સંસદમાં વડાપ્રધાન પછી નંબર-ટુ પર ભલે રાજનાથસિંહ બેસતા હોય, પરંતુ વાસ્તવમાં મોદી પછીના વડાપ્રધાનપદના દાવેદાર તો અમિત શાહ જ છે. અમિત શાહને ઉપરાષ્ટ્રપતિ બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા સંઘ બધાને ચોંકાવી દેશે, તેવી વાતો પણ વહેતી થઈ છે, જોકે અટકળો અને કલ્પનાઓનો કોઈ અંત હોતો નથી, પરંતુ વડાપ્રધાને જ્યારે એનડીએની બેઠકમાં જ અમિતભાઈની મુક્ત કંઠે પ્રશંસા કરી હોય, તો તેની પાછળ કોઈ ને કોઈ ચોક્કસ રણનીતિ જ હોવી જોઈએ. જસ્ટ વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial