Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલે વકીલ ફાળવ્યા હતાં:
જામનગર તા. ૬: જામનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટના અધિક સત્ર ન્યાયાધિશની કોર્ટે નકલી ચલણી નોટોના કેસમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો ફરમાવ્યો છે. આરોપીઓ માટે લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલે વકીલ ફાળવ્યા હતાં.
આ કેસની વિગત એવી છે કે જામનગરમાં તળાવની પાળે શાક બજારમાં સાંજના સમયે ભારતીય ચલણની રૂ. પ૦૦ અને ૧૦૦૦ ની નકલી નોટો એક એક કરીને નજીવી કિંમતની ખરીદી કરીને બાકીની સાચી ચલણો મેળવી લેતા હોવાની બાતમી પરથી કેટલાક શખ્સોને ઝડપી લેવાયા હતાં. વર્ષ ર૦૧૦ ની દસમી જૂને નકલી ચલણી નોટો સાથે આરોપીઓ રાજેશકુમાર જાલીમમુખિયા બિનમલ્હાર, રાજમુખિયા દિન સુખિયા વિનમલ્હાર અને તુલસી મુખિયા દુખન મુખિયા મચ્છીમારને પોલીસે ઝડપી લઈ ફરિયાદ નોંધી હતી અને નકલી ચલણીનોટો બજારમાં મૂકી તેનો અસલી નોટો તરીકે ઉપયોગ કરવાના ગુન્હામાં તપાસ પૂર્ણ થયે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ મૂકાયું હતું. તે પછી કેસ સેસન્સ કમિટ થયો હતો.
તે પછી તબક્કાવાર થયેલી સુનાવણીઓ દરમિયાન ફરિયાદપક્ષે રજૂ કરેલા સાક્ષી-પુરાવા તપાસ્યા હતાં અને ત્રણ સાહેદો તથા ર૩ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ થયા હતાં. સુનાવણીઓ દરમિયાન બન્ને પક્ષે થયેલી દલીલો પછી એલએડીસીના વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને અધિક સત્ર ન્યાયાધિશ નામદાર હોબીન પી. મોગેરાએ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતાં. આરોપીઓ તરફથી એલએડીસીના વિદ્વાન એડવોકેટ મનિષભાઈ બી. સોમૈયા રોકાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial