Advertisement
Author: નોબત સમાચાર

અસલમ ખીલજીએ પોલીસ જાપ્તા સાથે આવી ઉમેદવારી નોંધાવી

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાવવાનું શરૂ થયું છે. આજે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ૧ર ના ત્રણ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જેમાં એક ઉમેદવાર હાલ પોલીસ રિમાન્ડ ઉપર હોવાથી તેઓ પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે આવ્યા હતાં. વોર્ડ નંબર ૧ર ના 'આપ'ના ઉમેદવાર અસ્લમ ખીલજી, જેનબબેન ખફી અને હાજી રીઝવાન જુણેજાએ આજે પોતાના ઉમેદવારી ફોર્મ જિલ્લા પુરવઠા અધિકારી અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતાં. જેમાં અસ્લમ ખીલજી સામે તાજેતરમાં ગુજસીટોકની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આથી પોલીસે તેની ધરપકડ કરી હતી અન હાલ તે પોલીસ રિમાન્ડ ઉપર છે. આજે અસ્લમ ખીલજીએ પોતાનું ઉમેદવારી પત્ર ભરવાનું હોવાથી પોલીસ જાપ્તા સાથે આવીને તેણે પોતાની દાવેદારી કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh