Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધીમી ધારે ઝાપટાં સ્વરૂપે વરસાદથી ગરબાના મેદાનમાં પાણી ભરાયાઃ
જામનગર તા. ૧: જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે ફરીથી વરસાદી માહોલ બંધાયો હતો, અને ગરબીઓ શરૂ થવાના સમયે જ નવેક વાગ્યે ધીમી ધારે ઝાપટાના સ્વરૂપે વરસાદ શરૂ થઈ ગયો હોવાથી નાના-મોટા ગરબાના અનેક આયોજનો વધુ એક દિવસ માટે મુલતવી રાખવા પડ્યા હતાં, જેના કારણે દાંડિયા ખેલૈયાઓને નિરાશ થવું પડ્યું હતું.
જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગઈકાલે ગોરંભાયેલું આકાશ જોવા મળ્યું હતું અને સૂર્ય દેવતા અલિપ્ત રહ્યા હતાં, ત્યારપછી સાંજના સમયે એકાએક પ્રતિકલાકના ૩૦ થી ૩પ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકવાનો શરૂ થયો હતો, અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ત્યારપછી રાત્રિના નવ વાગ્યાથી ધીમીધારે વરસાદી ઝાપટાં થઈ ગયા હતાં. સતત એકાદ કલાક સુધી વરસાદી ઝાપટાં ચાલુ રહેવાના કારણે નાના-મોટા અનેક ગરબાના આયોજનો કે જે સ્થળે પાણી ભરાવાની અથવા તો વરસાદ ચાલુ રહેવાની સમસ્યા થવાથી સાઉન્ડ સિસ્ટમ વિગેરે ઢાંકી દેવાનો વારો આવ્યો હતો, તો ક્યાંક ગરબાના મેદાનમાં પાણી ભરાયા હોવાથી ગરબીઓ વધુ એક દિવસ માટે મુલતવી રાખવાનો વારો આવ્યો હતો, અને દાંડિયા ખેલૈયાઓ નિરાશ થયા હતાં.
જો કે, રાત્રિના ૧૦-૩૦ વાગ્યા પછી વરસાદ રોકાઈ ગયો હોવાથી કેટલાક નાની ગરબીના આયોજન રાબેતામુજબ શરૂ થઈ ગયા હતાં, જ્યારે કેટલાક એપાર્ટમેન્ટના પાર્કિંગ જેવા સ્થળોમાં દાંડિયા રાસના કાર્યક્રમમાં યોજીને સંતોષ માની લેવામાં આવ્યો હતો, જો કે તમામ સ્થળોમાં પાંખી હાજરી જોવા મળતી હતી. કેટલાક મોટા ગરબાના આયોજનો તો છેલ્લા ત્રણ દિવસથી ચાલુ પણ થઈ શક્યા નથી.
આજે વાદળછાયું વાતાવરણ બનેલું હોવાથી તેમજ હજુ પણ આજના દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે તેવી આગાહી હોવાના કારણે દાંડિયા ખેલાડીઓ માટે આજે પણ રાસની રમઝટ બોલી શકશે કે નહીં, તે પણ જોવાનું રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial