Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકામાં શટડાઉન થતા સરકારી કામ ઠપ્પઃ સાડા સાત લાખ કર્મીને રજા

ટ્રમ્પને ૬૦ના બદલે ૫૫ મત મળતા મુશ્કેલી સર્જાઈઃ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧: અમેરિકામાં શટડાઉનની સ્થિતિ સર્જાતા ઘણાં કર્મચારીઓને વિના પગારે નોકરી કરવી પડશે. જયારે સાડાસાત લાખ કર્મીને રજા પર મોકલી દીધા હોવાથી સરકારી કામકાજ મહદ્અંશે ઠપ્પ થઈ ગયા હોવાનું જાણવા મળે છે.

અમેરિકામાં ફરી એકવાર સરકારી શટડાઉન લાગુ થઈ ગયું છે. સાત વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે અમેરિકામાં કોઈ સરકાર સામે આવી સ્થિતિ સર્જાઇ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષને સેનેટમાં કામચલાઉ ફન્ડિંગ બિલ પસાર કરાવવા માટે ઓછામાં ઓછા ૬૦ મતોની જરૂર હતી, પરંતુ ફક્ત ૫૫ મત જ મળતાં મુશ્કેલી વધી ગઇ. એટલે કે આ પ્રસ્તાવ અટવાઈ ગયો. 

અમેરિકામાં સંઘીય સરકારની કામગીરી ખોરવાઈ ગઇ છે. કેમ કે ડેમોક્રેટ્સ દ્વારા શોર્ટ ટર્મ ફન્ડિંગ બિલને અટકાવી દેવામાં આવ્યું છે. ૨૦૧૮ બાદ પહેલીવાર છે જ્યારે ફરી એકવાર અમેરિકામાં શટડાઉનની સ્થિતિ આવી રહી છે.

આ દરમિયાન બિનજરૂરી વિભાગોમાં કામકાજ બંધ રહેશે અને હજારો સરકારી કર્મચારીઓએ ૩૫ દિવસ સુધી પગાર વિના કામગીરી કરવી પડશે. તેમને ત્યારબાદ જ પગાર મળતો થઈ શકશે જ્યારે સાંસદો દ્વારા સ્ટોપગેપ ફન્ડિંગને મંજૂરી આપવામાં આવશે. હવે અમેરિકાના સૈન્ય કર્મચારીઓ સહિત જરૂરી વિભાગોના કર્મચારીઓએ પગાર વિના કામ કરવું પડશે અને બિનજરૂરી સરકારી કર્મચારીઓને રજા પર મોકલી દેવાશે. એક અંદાજ પ્રમાણે ૭૫૦૦૦૦ સરકારી કર્મચારીઓને અસ્થાયીરૂપે રજા પર મોકલવામાં આવી શકે છે. તેનો સીધો અર્થ એ છે કે સરકાર પાસે હવે જરૂરી ફન્ડિંગનું વિસ્તરણ નથી અને ઘણાંં સરકારી કામકાજ ઠપ થઇ ગયા છે.

અમેરિકાના કાયદા હેઠળ જ્યાં સુધી બજેટ કે કામચલાઉ ફન્ડિંગ બિલ પાસ નહીં થાય ત્યાં સુધી બિન જરૂરી સરકારી વિભાગ અને સેવાઓ બંધ કરવામાં આવે છે. આ સ્થિતિને જ શટડાઉન કહેવાય છે. આ દરમિયાન એવા અનેક સરકારી કર્મચારીઓ હશે જેમને પગાર વિના જ ઘરે મોકલી દેવામાં આવશે. છેલ્લા બે દાયકામાં આ પાંચમી વખત છે જ્યારે અમેરિકામાં મોટા શટડાઉનની સ્થિતિ સર્જાઈ છે.

અગાઉ રિપબ્લિકને સરકાર માટે ૨૧ નવેમ્બર સુધીનું ટૂંકાગાળા માટેનું ફન્ડિંગ બિલ પાસ કરી આપ્યું હતું. જોકે ડેમોક્રેટ્સનું કહેવું છે કે તે પૂરતું નથી. તેઓ ઇચ્છે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ઉનાળાના મેગા-બિલમાં મેડિકેડ કાપને ઉલટાવી દેવામાં આવે અને એફોર્ડેબલ કેર એક્ટમાંથી મુખ્ય ટેક્સ ક્રેડિટ્સનો વિસ્તાર કરવામાં આવે. જોકે રિપબ્લિકન્સે આ માગ ફગાવી દીધી છે. કોઈપણ પક્ષ આ મામલે પીછેહઠ માટે તૈયાર ન હોવાથી સ્થિતિ સંકટજનક બની ગઇ છે.

સાત વર્ષમાં આ પહેલી વાર બનશે જ્યારે ફન્ડિંગના અભાવે અમેરિકામાં ઘણી સેવાઓ પ્રભાવિત થઈ છે. ૨૦૧૮ માં ટ્રમ્પના જૂના કાર્યકાળ દરમિયાન શટડાઉન ૩૪ દિવસ ચાલ્યું હતું. આ વખતે આ ખતરાને વધુ ગંભીર માનવામાં આવે છે, કારણ કે ટ્રમ્પ લાખો કર્મચારીઓની છટણી કરવા અને ઘણાં મુખ્ય પ્રોજેક્ટ્સને રોકવા માટે આનો ઉપયોગ કરી શકે છે. શટડાઉન પહેલા જ તેમણે આ અંગે સંકેત આપી દીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh