Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'રાવલ બોલે છે' કાર્યક્રમમાં ભાજપના ભ્રષ્ટ શાસન પર તડાપીટ બોલાવતી કોંગ્રેસઃ
જામરાવલ તા.૧૨: જામરાવલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા **રાવલ બોલે છે** નામે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઇ આંબલિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ઉનાના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન પૂંજાભાઈ વંશ, એઆઈસીસી ના મંત્રી, રાજસ્થાનના પ્રભારી, ચોટીલાના પૂર્વ ધારાસભ્ય રુત્વિકભાઈ મકવાણા, દ્વારકા જિલ્લાના પ્રભારી સારાબેન મકવાણા સહિત જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા *'રાવલ બોલે છે*' કાર્યક્રમમાં ભાજપ શાસિત રાવલ નગરપાલિકામાં થતા ભ્રષ્ટાચાર ઉપર આગેવાનોએ ચાબખા માર્યા હતા.
ભાજપ શાસિત રાવલ નગરપાલિકામાં દર વર્ષે આ ભ્રષ્ટાચારી લોકોના કારણે રાવલ શહેર પુરનો ભોગ બને છે ગયા વર્ષે રાવલમાં આવેલા ભયંકર પૂરમાં નગરપાલિકા પાસે એક હોડી ન હોવાના કારણે બીમાર દીકરીને યોગ્ય સમયે સારવાર પણ ન મળવાના કારણે દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે દ્વારકા કલેક્ટરશ્રીએ બાંહેધરી આપી હતી કે હું આવતા વર્ષ પહેલાં હોડી આપીશ પણ એ હજુ સુધી ન આવી, રાવલ નગરપાલિકામાં કોંગ્રેસના સમયમાં બનેલા અને અત્યારે પણ સારી અવસ્થામાં જે રોડ હોય તે રોડ તોડી ત્યાં પેવર બ્લોક નાખ્યા અને પછી પેવર બ્લોક તોડી ત્યાં ફરીથી રોડ બનાવ્યા અને એ એટલા ભ્રષ્ટાચાર યુક્ત રોડ કર્યા કે રોડમાં ડામર શોધો જડે નહિ જ્યાં આરસીસી રોડ બનાવ્યા ત્યાં સિમેન્ટ શોધ્યો જડે નહિ, દલિત સમાજની ગ્રાન્ટમાં પણ ભ્રષ્ટાચાર, રાવલ નગરપાલિકામાં ગટરો ઉભરાય છે સફાઈ કામદારોને યોગ્ય પગાર પણ આપવામાં આવતો નથી, રાવલ નગરપાલિકા પાસે કાયમી ચીફ ઓફિસર નથી, કાયમી સ્ટાફમાં એક માણસ નથી. રાવલ નગરપાલિકાના કર્મચારીઓનો પીએફ પણ આ ભ્રષ્ટાચારી શાસકો ખાઈ જાય છે. રાવલ નગરપાલિકાના હનુમાન ધાર, બારીયા ધાર વિસ્તારમાં એકપણ હાઇસ્કુલ પણ નથી જેથી હજારો દીકરીઓએ આગળનું ભણતર અધૂરું મૂકવું પડે છે. ભ્રષ્ટાચારે કેવી માજા મૂકી છે તેનો એક દાખલો કે જ્યાં જેસીબી ભાડે રાખવામાં આવે તો સામાન્ય રીતે તેનું ભાડું એક કલાકનું ૮૫૦ રૂપિયા હોય તેની જગ્યાએ ૨૫૦૦ રૂપિયા ભાડું કાગળ પર ઉધારવામાં આવે છે
ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા આવા અનેક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે ભાજપના જ લોકોએ આ ભ્રષ્ટાચાર બાબતે ગાંધીનગર કમલમ સુધી તેની ફરિયાદ કરવામાં આવી છતાં તેમાં કોઈ જ ફરક ન પડતા ભાજપના જ લોકો કંટાળીને આજે ભાજપ સાથે છેડો ફાડયો હતો અને જિલ્લા કોંગ્રેસની ટીમની કામગીરીથી પ્રેરાઈને કોંગ્રેસનો હાથ થામ્યો હતો જેમાં વાલાભાઈ દુદાભાઈ પરમાર (ત્રણ ટર્મ નગરપાલિકા પ્રમુખ) (ભાજપ) તેઓ પોતાની આખી ટિમ સાથે જોડાયા હતા. રાણાભાઈ બાબુભાઈ ગામી (પૂર્વ ભાજપ શહેર પ્રમુખ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ તથા નગરપાલિકા ચાલુ સદસ્ય) પણ પોતાની આખી ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. દિનેશભાઇ જાદવ (ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ (શહેર), પૂર્વ યુવા મોરચા મંત્રી) પણ આખી ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા, સંજય મકવાણા (ભાજપ એસસી મોરચા પ્રમુખ રાવલ શહેર) તેની આખી ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા, મોહનભાઈ રાજસીભાઈ વાઘેલા (નગરપાલિકા પૂર્વ ઉપ પ્રમુખ) તેની આખી ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા, ડાયાભાઈ બારીયા (કોળી સમાજ અગ્રણી), રામસીભાઈ બાલુભાઈ જાદવ (કોળી સમાજ અગ્રણી કોન્ટ્રાક્ટર), ઘેલાભાઈ ગામી ભાવપરા વાળા (કોળી સમાજ અગ્રણી), મોહનભાઈ પબાભાઈ જાદવ (કોળી સમાજ અગ્રણી) સહિતના આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા સૌએ સાથે મળીને આવનાર દિવસોમાં ભ્રષ્ટ ભાજપ સરકાર સામે લડવાનો નિર્ધાર કર્યો હતો. ઉપસ્થિત આગેવાનો પૂંજાભાઈ વંશ, રુત્વિકભાઈ મકવાણા, સારાબેન મકવાણા, પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનોએ કોંગ્રેસમાં જોડાનાર તમામ આગેવાનોને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial